Monsoon in India: ગરમી બસ હવે થોડા દિવસની મહેમાન, જાણો ક્યારે થશે ચોમાસાનું આગમન
પાંચ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગરમીથી કોઈ રાહતની આશા નથી. હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
નવી દિલ્હીઃ ગરમીનો માર સહન કરી રહેલા લોકોને બસ હવે થોડા દિવસમાં રાહત મળવાની છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોન્સૂન થોડા દિવસમાં એન્ટ્રી કરી શકે છે. પરંતુ અંડમાન અને નિકોબારમાં 19થી 21 મે વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. તો જાણકારોનું માનવું છે કે મહારાષ્ટ્રમાં મોન્સૂન સમય પર પહોંચી શકે છે. બીજીતરફ ભારત હવામન વિભાગનું કહેવું છે કે આ ચોમાસામાં સારા વરસાદની સંભાવના છે.
કયાં રાજ્યોમાં કયાં સુધી પહોંચી શકે છે ચોમાસુ
હવામાન વિભાગ અનુસાર ચોમાસાના પુડુચેરી, તમિલનાડુ અને કેરમલાં પહોંચવાની સામાન્ય તારીખ 1 જૂન છે. તો આંધ્ર પ્રદેશના કેટલાક ભાગમાં, કર્ણાટક, અસમ, ત્રિપુરા અને ગોવામાં 5 જૂન સુધી ચોમાસું પહોંચી શકે છે. તેલંગણા, સિક્કિમ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી 10 જૂને થઈ શકે છે.
પ્રશાંત કિશોરે જણાવ્યું- ત્રીજીવાર પીએમ બનતા શું-શું કરશે નરેન્દ્ર મોદી
આ સમયમાં સામાન્ય રીતે ચોમાસું ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગમાં પહોંચી શકે છે. સામાન્ય રૂપથી ચોમાસુ 30 જૂન સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગમાં પહોંચી શકે છે. આ સિવાય 5 જુલાઈએ તે સામાન્ય રીતે રાજસ્થાનના બાકી વિસ્તારોમાં પહોંચી જાય છે.
5 દિવસ પડશે ભારે ગરમી
પાંચ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગરમીથી રાહત મળવાની આશા નથી. હવામાન વિભાગે આ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીએ પહેલા જ ભારતમાં એપ્રિલ-જૂન દરમિયાન વધુ ગરમી પડવાની ચેતવણી આપી હતી.