મે મહિનામાં શ્રાવણ જેવો વરસાદ, પરંતુ જૂનમાં ચિંતા ઉભી કરશે ચોમાસું!, હવામાન વિભાગની ભવિષ્યવાણી વાંચી લો
Mansoon 2023: દિલ્હી સહિત દેશના ઘણા ભાગમાં આ દિવસોમાં વરસાદી માહોલ છે. આ વચ્ચે હવામાન વિભાગે મોનસૂનને લઈને ભવિષ્યવાણી કરી છે. IMD એ કહ્યું કે આ વર્ષે પંજાબ, હરિયાણા, દિલ્હી, વેસ્ટ યૂપી અને રાજસ્થાનમાં મોનસૂન દરમિયાન 92 ટકા એટલે કે સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે.
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે શુક્રવારે અનુમાન વ્યક્ત કર્યું કે આ વર્ષે મોનસૂન સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં આ વખતે 96 ટકા વરસાદની શક્યતા છે. આ દરમિયાન દેશમાં 87 સેન્ટીમીટર વરસાદ પડે છે. દેશમાં 96થી 104 ટકા વરસાદને સામાન્ય માનવામાં આવે છે. ખાસ વાત છે કે મૌસમી ઘટના અલ નનીનોની અસર છતાં ભારતમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન સામાન્ય રહેવાની આસા છે, જે ત્રણ વર્ષ બાદ પરત ફરી રહ્યું છે. અલ નીનોની ઘટનામાં ભૂમધ્યરેખા પ્રશાંત મહાસાગરની સપાટી ગરમ થાય છે અને ચોમાસું નબળું પડે છે. હવામાન વિભાગે મોનસૂનમાં અલ નીનોની સંભાવના 90 ટકાથી વધુ છે. ખેતીપ્રધાન મોટા ભાગના વિસ્તારમાં મોનસૂન સામાન્ય રહેવાની શક્યતા છે.
જૂનમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે જૂનમાં દેશના મોટાભાગમાં સામાન્યથી ઓછા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. વરસાદની આ કમીથી જૂનનો મહિનો સામાન્યથી વધુ ગરમ રહેશે. ઉત્તર-પશ્ચિમી ભારતમાં મોનસૂન દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ (92%) ની આશંકા છે. દક્ષિણ દ્વીપકલ્પના ભારત, ઉત્તર ભારત અને ઉત્તરપૂર્વના ભાગોમાં સામાન્યથી વધુ વરસાદની અપેક્ષા છે. જેના કારણે આ વિસ્તારોમાં તાપમાન પણ સામાન્યથી નીચે રહી શકે છે. કેરળમાં ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 1 જૂન છે, પરંતુ હવામાન વિભાગે કહ્યું કે આ વખતે ચોમાસું ત્યાં 4 જૂને આવી શકે છે. ગયા વર્ષે તે 29 મેના રોજ કેરળ પહોંચી હતી.
આ પણ વાંચોઃ ભાજપનું વધ્યું ટેન્શન: 13 રાજ્યોમાં આ પાર્ટીઓનું વર્ચસ્વ, ધારાસભ્યો હાથમાંથી ગયા
જાણકારો નથી માનતા, સામાન્ય હશે મોનસૂન
હવામાન સાથે જોડાયેલા વિવિધ જાણકારો અનુસાર, જૂનમાં ઓછા વરસાદનું અનુમાન છે. તેવામાં મોનસૂનને સામાન્ય કહેવું ઠીક નથી. હવામાન સાથે જોડાયેલી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરના જતિન સિંહે કહ્યુ કે, મોનસૂન 7 જૂનની આસપાસ એન્ટ્રી કરશે. ત્યારબાદ તે ધીમું પડી જશે અને 22 જૂન સુધી તેની આગળ વધવાની ગતિ ધીમી રહેશે. જૂનમાં વરસાદની કમી થશે. આ પ્રકારની સ્થિતિ 2014 અને 2018માં પણ રહી હતી. આ બંને વર્ષમાં મોનસૂન પહેલા અલ નીનો બની ગયું હતું.
નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેયરિક સાયન્સના રિસર્ચ સાયન્ટિસ અક્ષય દેવરસે જણાવ્યુ કે, ભારતીય હવામાન વિભાગ સહિત ઘણા સેન્ટર આ પ્રકારના પૂર્વાનુમાન દેખાડી રહ્યાં છે કે ભારતમાં જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. તાપમાન પણ વધુ રહેશે. તેવામાં સ્પષ્ટ કહી શકાય છે કે આ મોનસૂન સામાન્ય તો નથી. આઈઆઈટીએમના વૈજ્ઞાનિક રોક્સી કોલ અનુસાર- સામાન્ય મોનસૂનની પરિભાષાને બદલવાની જરૂર છે. ચાર મહિનાના આધાર પર મોનસૂનને સામાન્ય કહેવાનું યોગ્ય નથી. જ્યારે પહેલા મહિનામાં વરસાદની કમી છે તો તેનો સીધો અર્થ છે કે આગામી ત્રણ મહિનામાં સામાન્યથી વધુ વરસાદ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube