2024 પહેલાં ભાજપનું વધ્યું ટેન્શન: 13 રાજ્યોમાં આ પાર્ટીઓનું વર્ચસ્વ, ધારાસભ્યો હાથમાંથી ગયા
2024 lok sabha election: રાષ્ટ્રીય પક્ષોના ધારાસભ્યોની સંખ્યા કાઢી નાખવામાં આવે તો પ્રાદેશિક પક્ષોના ધારાસભ્યોની સંખ્યા 1600થી વધુ થાય છે. આ રેસમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધા પાછળ છે. છેલ્લા 5 વર્ષની ચૂંટણીઓ જોવામાં આવે તો રાજ્યોમાં ભાજપની તાકાત ઘટી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: 2024 પહેલા તમામ રાજકીય પક્ષો પોતાની તાકાતનો અહેસાસ કરાવવા લાગ્યા છે. ક્યા રાજ્યમાં કોણ મજબૂત છે અને કોની સાથે આવવાથી કોની તાકાત વધશે તે અંગે પક્ષકારો વચ્ચે મંથન ચાલી રહ્યું છે. તમામ પક્ષો પોતપોતાની ગણતરીઓ કરી રહ્યા છે પરંતુ એક વિશ્લેષણ દર્શાવે છે કે પ્રાદેશિક પક્ષોની તાકાત હજુ પણ અકબંધ છે.
ભાજપ અને કોંગ્રેસ દેશની બે સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટીઓ છે પરંતુ એક વિશ્લેષણ દર્શાવે છે કે અન્ય પક્ષો પાસે બંને મુખ્ય પક્ષો કરતા વધુ ધારાસભ્યો છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભાજપ અને કોંગ્રેસ કરતાં પ્રાદેશિક પક્ષો પાસે ધારાસભ્યોની સંખ્યા વધુ છે. જો રાષ્ટ્રીય પક્ષોના ધારાસભ્યોની સંખ્યા કાઢી નાખવામાં આવે તો પ્રાદેશિક પક્ષોના ધારાસભ્યોની સંખ્યા 1600થી વધુ થાય છે. આ રેસમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધા પાછળ છે. છેલ્લા 5 વર્ષની ચૂંટણીઓ જોવામાં આવે તો રાજ્યોમાં ભાજપની તાકાત ઘટી છે.
કઈ પાર્ટીના કેટલા ધારાસભ્યો છે
જો છેલ્લા 5 વર્ષના ચૂંટણી પરિણામો અને ધારાસભ્યોની સંખ્યા જોવામાં આવે તો ભાજપ પાસે કુલ ધારાસભ્યોની સંખ્યા 1 હજાર 312 છે. જ્યારે કોંગ્રેસના 770 ધારાસભ્યો છે. આ બંને પક્ષો કરતાં અન્ય પ્રાદેશિક પક્ષોની સંખ્યા વધુ છે.
- ભાજપ- 1312 ધારાસભ્યો
- કોંગ્રેસ- 770 MLA
- ડાબેરી-116 ધારાસભ્ય
- બસપા-15 ધારાસભ્ય
- AAP-161 MLA
- અન્ય- 1679 ધારાસભ્ય
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી, આ દિવસે કરો વાવણીનું શુભ મુહૂર્ત
13 રાજ્યો એવા છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા અન્ય પક્ષો કરતા ઓછી છે. 13 રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ છે. વસ્તીના હિસાબે જોવામાં આવે તો આ પક્ષો 50 કરોડની વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રાદેશિક પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં બિહાર, બંગાળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, ઝારખંડ, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરી, મિઝોરમ અને સિક્કિમનો સમાવેશ થાય છે.
3 રાજ્યોમાં બે પક્ષોનું વર્ચસ્વ
ભાજપ અને કોંગ્રેસ સિવાય જો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો 2 રાજ્યો એવા છે જ્યાં પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વિપક્ષી પાર્ટી કરતા ઘણી વધારે છે. પંજાબ અને દિલ્હીમાં વિપક્ષ ખૂબ જ નબળો છે. પંજાબમાં AAPના 92 ધારાસભ્યો છે, જ્યારે દિલ્હીમાં તેના 62 ધારાસભ્યો છે. આ સાથે કેરળમાં ડાબેરીઓનું વર્ચસ્વ યથાવત છે. અહીં એલડીએફના ધારાસભ્યોની સંખ્યા 97 છે.
- પંજાબ - AAPના 92 ધારાસભ્યો
- દિલ્હી - AAPના 62 ધારાસભ્યો
- કેરળ- 97 એલડીએફ ધારાસભ્ય
ચાર ચોપડી ભણેલા દંપતીએ ખેતીમાં એવું કર્યું કે, કરોડો કમાતા ઉદ્યોગપતિઓ પણ ગોથુ ખાઈ ગય
વસ્તીના હિસાબે રાજકીય પક્ષો ક્યાં ઊભા છે
જો વસ્તીના હિસાબે ધારાસભ્યોની સંખ્યા જોવામાં આવે તો ભાજપ 48.8 કરોડની વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ કોંગ્રેસ પાસે 770 ધારાસભ્યો છે જે 24.4 કરોડ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રાદેશિક પક્ષો પાસે 1679 ધારાસભ્યો છે જે 55. 4 કરોડ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. બસપા પાસે 0.6 કરોડનું પ્રતિનિધિત્વ કરતા 15 ધારાસભ્યો છે, આમ આદમી પાર્ટી પાસે 4.5 કરોડની વસ્તીનું પ્રતિનિધિત્વ કરતા 162 ધારાસભ્યો છે. ભાજપ સૌથી વધુ વસ્તીવાળા રાજ્યમાં આગળ છે, જ્યારે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં ધારાસભ્યોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
પ્રાદેશિક પક્ષો ભાજપ કરતાં મજબૂત
સાત રાજ્યો એવા છે જ્યાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 50 ટકા કે તેથી વધુ છે. આ સિવાય 4 રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 50 ટકાથી વધુ છે. 9 રાજ્યો એવા છે જ્યાં અન્ય પક્ષોની સરકાર છે અને આ રાજ્યોમાં ધારાસભ્યોની સંખ્યા 80 ટકાથી વધુ છે. રાજ્યોની કામગીરી પર નજર કરીએ તો અહીં પ્રાદેશિક પક્ષો ભાજપ કરતાં વધુ મજબૂત જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે