Moral Policing: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ નદીમાં સ્થાન કરવા દરમિયાન એક પતિ એવો તે આવેશમાં આવી ગયો કે તેણે તેની પત્નીને જાહેરમાં બધાની સામે ચુંબન કરી લીધું. આ જોઈને ત્યાં હાજર લોકો આક્રોશમાં આવી ગયા અને પતિને પકડીને નદીમાંથી બહાર લઈ જઈ બરાબરની ધુલાઈ કરી નાખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું કે સરયુમાં સ્નાન દરમિયાન પતિએ પત્નીને ચુંબન કરી લીધુ અને કેટલાક લોકોએ તેને માર માર્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ છે અને હાલ મામલે તપાસ ચાલુ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે કેટલાક લોકોએ દાવો કરતા કહ્યું હતું કે આ ઘટના મંગળવારે રામ કી પૌડીમાં ઘટી હતી પરંતુ હજુ ચોક્કસ તારીખની પુષ્ટિ થઈ નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube