Moraribapu Ramakatha: મોરારી બાપુએ બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો
Moraribapu Ramakatha: બાપુએ તેમના પ્રવચનની શરૂઆત કરતાં કહ્યું કે રાધા, એક આદિ શક્તિ એટલે કે ભગવાનની મૂળ ઉર્જા છે, તેઓ અકથનીય, નિતાંત અવર્ણિયા (સંપૂર્ણ રીતે અવર્ણનીય) છે.
Moraribapu Ramakatha: બરસાના, 17 ઓક્ટોબર, 2023: આજથી શરૂ થયેલા નવરાત્રીના પર્વ સાથે આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપુએ દિવ્ય રાધાજી માટે વ્રજ ભૂમિના પવિત્ર શહેર બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો છે. બાપુએ તેમના પ્રવચનની શરૂઆત કરતાં કહ્યું કે રાધા, એક આદિ શક્તિ એટલે કે ભગવાનની મૂળ ઉર્જા છે, તેઓ અકથનીય, નિતાંત અવર્ણિયા (સંપૂર્ણ રીતે અવર્ણનીય) છે.
તેમણે કહ્યું કે રાધાને માત્ર આંખોમાં આંસુઓના માધ્યમથી જ સમજી શકાય છે. બરસાના શ્રી રાધાજીની ભૂમિ છે અને તેને ભક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. તેમના જીવનનું વર્ણન કરતાં બાપૂએ કહ્યું કે યોગ (મિલન) અને વિયોગ (છૂટા પડવું) બંન્ને તેમના જીવનનો હિસ્સો છે અને તેમણે ભાનાત્મક અસ્તિત્વથી બંન્ને સ્થિતિઓનો અનુભવ કર્યો છે. આ બુદ્ધિની નહીં, પરંતુ ભાવની ભૂમિ છે.
તેમણે આ કથાના કેન્દ્રિય વિષયરૂપે બાલ કાંડની બે પંક્તિ – 148 અને 152ની પસંદગી કરી છે તથા આગામી નવ દિવસમાં તેનો અર્થ સમજાવશે.
बम भाग सोभाति अनुकूल, आदि शक्ति छबि निधि जगमूला।
आदि शक्ति जेहि जग उपजाया, सो अवतारहि मोरी ये माया।
બાપૂએ આગળ સમજાવતાં કહ્યું કે કૃષ્ણ રસ (અમૃત) છે અને રાધા ધારા (પ્રવાહ) છે. આથી કૃષ્ણએ બરસાનાની ભૂમિ ઉપર તેમની દિવ્યતાની વર્ષા કરી છે. બંન્ને વચ્ચે આકર્ષણ વિશે તેમણે કહ્યું કે કૃષ્ણ વિશેષરૂપે રાધાના સુર અને સ્વરથી મંત્રમુગ્ધ હતાં અને બદલામાં રાધા અને ગોપીઓ તેમની વાંસળીથી આકર્ષિત થઇ.
બાપુએ થોડા દિવસ પહેલે કેવી રીતે અને ક્યારે એક ગુરૂ એક શિષ્ય ઉપર પોતાની છાપ છોડે છે, તે વિષય ઉપર એક યુવાન સાથે પોતાની વાતચીત પણ વર્ણવી હતી. બાપુએ કહ્યું કે એક ગુરૂ તેમના ભક્તની આંતરિક સ્લેટ ઉપર ત્યારે પોતાના હસ્તાક્ષર છોડે છે કે જ્યારે તે સંપૂર્ણપણે સાફ અને ખાલી થઇ જાય છે. એક બીજા પ્રશ્ન કે એક ગુરૂ એક શિષ્ય વચ્ચે ઘણી રીતે સંવાદ કરે છે, ત્યારે બાપુએ કહ્યું કે એક ગુરૂએ બોલવું પડે છે કારણકે શિષ્ય તેમની ચુપ્પીને સમજવા માટે અસમર્થ હોય છે.
જ્યારે કોઇએ બાપુને પ્રશ્ન કર્યો કે શું તેમણે મૌન ધારણ કરવામાં બે મહિનાનો સમય થઇ ગયો છે, ત્યારે બાપુએ કહ્યું કે તેઓ પહેલાથી વધુ બોલી રહ્યાં છે. એક ગુરૂ ઇશારાથી, વિશેષ કરીને આંખોના માધ્યમથી સંવાદ કરે છે. જે શ્રેષ્ઠ આત્મ ઓછું બોલે, તેનું રોમ-રોમ ભગવાનનું નામ જપે છે.
ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારી બાપુ 24 વર્ષ બાદ બરસાના પરત ફર્યાં છે. જોકે, તેમણે એકવાર સૌરાષ્ટ્રના શહેર સેંજલમાં રાધાજીની કથાની ચર્ચા કરી હતી. બરસાનામાં શનિવારથી શરૂ થયેલી કથા આગામી રવિવાર એટલેકે 22 ઓક્ટોબર સુધી ચાલશે. છેલ્લાં 65 વર્ષથી કથા કરતાં મોરારી બાપૂની આ 925મી કથા છે.
બાપુએ મજાકમાં એમ પણ કહ્યું કે શ્રોતાઓએ ઇયરબડ લાવવા જોઇએ, જેથી તેમના શબ્દોને પૂરી રીતે સમજવામાં આવે અને તેને સંદર્ભથી બહાર ખોટી રીતે રજૂ કરવામાં ન આવે, જે મોટાભાગે થતું હોય છે.
Disclaimer- This article is part of IndiaDotCom Pvt Ltd’s Consumer Connect Initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility, liability or claims for any errors or omissions in the content of the article.