Odisha Train Accident: ઓરિસ્સા ટ્રેન દુર્ધટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને 50 લાખની સહાય
ઓડિશામાં શુક્રવારે સાંજે થયેલા ભયાનક ટ્રેન અકસ્માતે આખા દેશને હચમચાવી નાખ્યો છે. બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે 3 ટ્રેનોની આ ભીષણ ટક્કરમાં અત્યાર સુધીમાં 261 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. 900 જેટલા લોકો ઘાયલ થયા છે. પૂજ્ય મોરારીબાપુ રામકથા માટે કોલકાતા ગયા છે. એ દરમિયાન એમને આ સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અત્યંત કરુણ ઘટના અંગે પૂજ્ય મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે. તથા સહાયની જાહેરાત કરી છે.
મોરારીબાપુએ કરી સહાયની જાહેરાત
ઓરિસ્સાની ટ્રેન દુર્ઘટનામાં જેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે અને અન્ય ઘાયલ થયેલા લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ઘાયલ લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી છે. મૃતકો અને ઘાયલોનાં પરિવારજનોને એમણે દિલસોજી પાઠવી છે.
જો ટ્રેનોમાં આ એક વસ્તુ હોત તો....ઓડિશા ટ્રેન અકસ્માતમાં આટલી મોટી ત્રાસદી ન થાત!
Photos: એક પછી એક 3 ટ્રેનોની ટક્કર, અત્યંત દર્દનાક તસવીરો...PM મોદી જશે ઓડિશા
Watch Video: ડિરેલ થઈને માલગાડી પર ચડી ગયું કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube