નવી દિલ્હીઃ આર્થિક અનામત પર બંધારણ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયા બાદ હવે રાજ્યસભામાં તેના પર ચર્ચા ચાલી રહી છે. વિરોધ પક્ષમાં આરજેડી અને ડીએમકે સિવાય મોટાભાગના પક્ષોએ તેને ટેકો આપ્યો છે. રાજ્યસભામાં વિરોધ પક્ષના મોટાભાગના સવાલોનો જવાબ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યો હતો. તેમણે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કેન્દ્રીય કાયદામંત્રીએ જણાવ્યું કે, 2010માં તમને કોણે રોક્યા હતા. વાત-વાતમાં રવિશંકરે સરકાર તરફથી આવનારા કંઈક આવા જ બીજા નિર્ણયો તરફ ઈશારો કરી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમને ચૂંટણીમાં ફાયદા-નુકસાનની કોઈ ચિંતા નથીઃ વડા પ્રધાન મોદી


કાયદા મંત્રીએ વિરોધ પક્ષના આરોપોનો જવાબ આપતા જણાવ્યું કે, 'તમે લોકોએ સમર્થન તો આપ્યું છે, પરંતુ તેમાં કિંતુ-પરંતુ લગાવી દીધા છે. તમે બિલ રજૂ કરવાના સમય સામે આંગળી ઉઠાવી રહ્યા છો. હું આપને જણાવી દઉં કે ક્રિકેટમાં સિક્સર સ્લોગ ઓવરમાં જ મારવામાં આવે છે. મેચ જ્યારે એકદમ નજીક આવી જાય છે ત્યારે સિક્સર લાગે છે. જો તમને તેનાથી મુશ્કેલી છે તો આ પ્રથમ સિક્સર નથી, હજુ બીજી સિક્સર લાગવાની છે.'


દેશનાં કોઇ પણ નાગરિકને ઉની આંચ પણ ન આવે તેની જવાબદારી અમારી: રાજનાથ


રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, અમે અનામતની મૂળ જોગવાઈમાં કોઈ ફેરફાર કરતા નથી. આ અનામત કેન્દ્રમાં જ નહીં પરંતુ રાજ્યોમાં પણ લાગુ છે. તેમણે જણાવ્યું કે, 2010માં કોંગ્રેસ પાસે પણ તક હતી, પરંતુ તેઓ આ બિલ લાવ્યા નહીં. 


દેશના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...