મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના 12 હજાર કેસ, એક દિવસમાં 390 દર્દીના મૃત્યુ
Maharashtra corona cases: મહારાષ્ટ્રમાં એકવાર ફરી કોરોનાના 12 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. હવે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 515332 થઈ ગઈ છે. તો અત્યાર સુધી 17757 દર્દીના મૃત્યુ થયા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના રેકોર્ડ 12248 નવા કેસ સામે આવ્યા છે. આ પ્રકારે રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 515332 થઈ ગઈ છે. તો કોરોનાને કારણે રાજ્યમાં કુલ 17757 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર એક્ટિવ કેસની સંખ્યા માત્ર 145558 છે. રવિવારે કોરોનાના કુલ 13348 દર્દીઓ સાજા થયા, જેને હવે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 390 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ કેસ શનિવારે આવ્યા હતા, જ્યારે એક દિવસમાં કુલ 12822 નવા દર્દીઓ સામે આવ્યા હતા. રવિવારે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 12248 અત્યાર સુધીની બીજી સૌોથી મોટી સંખ્યા છે, જે મહારાષ્ટ્ર માટે ચિંતાજનક છે.
India-China Faceoff: ચીનને મળશે વળતો જવાબ, ભારતે ફરી શરૂ કર્યો પ્રોજેક્ટ 'ચીતા'
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે કોરોનાના કુલ 1066 કેસ સામે આવ્યા અને 48 દર્દીઓના મૃત્યુ થયા છે. હવે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા 123382 થઈ ગઈ છે. તો શહેરમાં કોરોનાથી મૃત્યુઆંક 6799 થઈ ગયો છે. મુંબઈની પાસે સ્થિત પુણેમાં રવિવારે 1433 કેસ સામે આવ્યા અને કુલ 58 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પ્રમાણે અત્યાર સુધી કુલ 27,25090 સેમ્પલની તપાસ થઈ ચુકી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube