મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં  (Maharashtra) કોરોનાનો કહેર જારી છે. કોરોના (Corona) વાયરસના વધી રહેલા કેસો પાછલા વર્ષે ઓક્ટોબરના પીક પર પહોંચી ગયા છે. તેના કારણે ઘણી જગ્યાએ સંપૂર્ણ લૉકડાઉન તો કોઈ જગ્યાએ આંશિક લૉકડાઉન (Lockdown) કે રાત્રી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં કોરોનાના 15 હજાર નવા કેસ
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના નવા 15 હજાર 817 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધી 22 લાખ, 82 હજાર 191 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 56 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી 52723 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 


મુંબઈમાં ઝડપથી વધી રહ્યાં છે કેસ
મુંબઈમાં શુક્રવારે કોરોનાના રેકોર્ડ 1647 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે મુંબણાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 3 લાખ 40 હજાર 290 થઈ ગઈ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 લોકોના મૃત્યુ થયા છે. દેશના સૌથી મોટા શહેરમાં કોરનાએ અત્યાર સુધી 11,523 લોકોનો ભોગ લીધો છે. મુંબઈમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર T વોર્ડ મુલુન્ડ, K વોર્ડ પશ્ચિમ જુહૂ, F નોર્થ વોર્ડમાં સાયન અને માટુંગા વિસ્તાર છે. 


આ પણ વાંચોઃ યશવંત સિન્હાનો દાવો- કંધાર અપહરણકાંડમાં કુરબાની આપવા તૈયાર હતા મમતા બેનર્જી


મહારાષ્ટ્રમાં ક્યાં Lockdown/Night curfew/Janata Curfew/Strict Restrictions લાગૂ છે.


પરભણી- બે દિવસનું લૉકડાઉન. આજે રાત્રે 12 કલાકથી સોમવારે સવારે છ કલાક સુધી. 


નાગપુરઃ 15 માર્ચથી 21 માર્ચ સુધી સખત લૉકડાઉન


વર્ધાઃ દોઢ દિવસનું લૉકડાઉન લાગ્યું. શનિવારે રાત્રે 8 કલાકથી સોમવારે સવારે 8 કલાક સુધી કર્ફ્યૂ. જરૂરી સેવાઓને છોડી બધુ બંધ. 


મીરા ભાઈંદર- હોટસ્પોટ અને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 31 માર્ચ સુધી લૉકડાઉન. બાકી જગ્યાએ નિયમ પ્રમાણે કામ થશે. દુકાનો રાત્રે 11 કલાક સુધી ચાલુ રહેશે. 


ઔરંગાબાદઃ શનિવાર અને રવિવારે બે દિવસનું વીકેન્ડ લૉકડાઉન. આ દરમિયાન જરૂરી સેવા અને એમઆઈડીસીને છોડી બાકી બધુ બંધ રહેશે. ઔરંગાબાદમાં 11 માર્ચથી આશિંક લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું, જે હેઠળ રાત્રે 11 કલાકથી સવારે 7 કલાક સુધી કર્ફ્યૂ હતું. 


પુણે- રાત્રે 11 કલાકથી સવારે છ કલાક સુધી નાઇટ કર્યૂ. જિલ્લામાં 31 માર્ચ સુધી શાળા બંધ. હોટલ અને મોલ રાત્રે 10 કલાક સુધી ચાલુ રહેશે. 


કલ્યાણ ડોબિવલી- નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું. દુકાનો સાંજે 7 કલાક સુધી ચાલુ રહેશે. શનિવારે રસ્તાની એક બાજુની દુકાનો ખુલશે અને રવિવારે બીજી બાજુની. 


નાંદેડઃ 12થી 21 માર્ચ નાઇટ કર્ફ્યૂ રહેશે. જરૂરી સેવાઓને છોડી રાત્રે 7થી સવારે સાત કલાક સુધી બધુ બંધ રહેશે. 


પનવેલઃ 12 માર્ચથી 22 માર્ચ સુધી રાત્રે 11થી સવારે 5 સુધી નાઇટ કર્ફ્યૂ. 


જલગાંવ- 12 માર્ચથી 14 માર્ચ સુધી જનતા કર્ફ્યૂ. જરૂરી સેવાઓને છોડી બધુ બંધ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube