TMC માં જોડાયા બાદ યશવંત સિન્હાનો દાવો- કંધાર અપહરણકાંડમાં કુરબાની આપવા તૈયાર હતા મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ જામી ગયો છે. ચૂંટણી સમયે પક્ષપલટો કરનાર નેતાની પણ મોસમ ચાલી રહી છે. આ વચ્ચે ભાજપ નેતા યશવંત સિન્હાએ ચૂંટણી પહેલા ટીએમસીનો હાથ પકડી લીધો છે.   

Updated By: Mar 13, 2021, 04:52 PM IST
TMC માં જોડાયા બાદ યશવંત સિન્હાનો દાવો- કંધાર અપહરણકાંડમાં કુરબાની આપવા તૈયાર હતા મમતા બેનર્જી

કોલકત્તાઃ ભાજપની અટલ બિહારી પાજપેયી સરકારમાં નાણામંત્રી અને વિદેશમંત્રી રહી ચુકેલા યશવંત સિન્હા (Yashwant sinha) તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સામેલ થઈ ગયા છે. આજે કોલકત્તામાં ટીએમસીનું સભ્ય પદ લીધા બાત તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ ચૂંટણી દેશને એક મહત્વનો સંદેશ આપશે. 

ભાજપનો અશ્વમેઘ યજ્ઞ બંગાળમાં અધુરો રહેશે
તેમણે કહ્યું કે, થોડા સમયથી હું જેમ કહેતો આવ્યો છું કે આ ચૂંટણીના પરિણામોની રાષ્ટ્રીય અસર થશે. આ ચૂંટણી દેશને એક સંદેશ આપશે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ અશ્વમેઘ યજ્ઞ છે, જેમાં કોઈ વિરોધ સહન કરવા ઈચ્છતું નથી. તેને બંગાળમાં રોકવો પડશે. તેમણે કહ્યું કે, આમ તો એક બહારની વ્યક્તિની જેમ ટીએમસીમાં આવત અને અહીં ચૂંટણી પ્રચાર બાદ ચાલ્યો જાત, પરંતુ આ વખતે નક્કી કર્યું કે પાર્ટીમાં સામેલ થઈશ અને અંદર મદદ કરીશ. આ યોગ્ય હશે. 

કંધાર અપહરણકાંડ પર યશવંતનો સનસનીખેજ ખુલાસો
ટીએમસીમાં સામેલ થયા બાદ યશવંત સિન્હાએ કંધાર અપહરણકાંડ પર એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કંધાર ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે આતંકવાદીઓએ વિમાનનું અપહરણ કરી લીધું હતું તો કેબિનેટમાં ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ ખુદ કહ્યુ કે તેમને બંધક બનાવી આતંકીઓની પાસે મોકલવામાં આવે, પરંતુ તે શરત હશે કે બાકી યાત્રીકોને છોડી દેવામાં આવે. યશવંત સિન્હાએ કહ્યુ કે, મમતા બેનર્જીએ ઓફર કરી કે તે સ્વયં હાસ્ટેજ બનીને ત્યાં પર જશે... પરંતુ શરત તે હોવી જોઈએ કે બાકી જે બંધક છે તેને આતંકવાદી છોડી દે. તે તેમના કબજામાં ચાલ્યા જશે. તેમને કુરબાની આપવી પડશે તો કુરબાની તે આપશે દેશ માટે. 

આ પણ વાંચોઃ Delhi-Dehradun શતાબ્દી ટ્રેનના કોચમાં લાગી ભીષણ આગ, જોવા મળ્યા ધૂમાડાના ગોટેગોટા

મમતા પર હુમલો ષડયંત્ર હતું
તો મમતા બેનર્જી સાથે થયેલી દુર્ઘટના પર તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ એક ષડયંત્ર હતું. તોફાની તત્વોએ તેમને ઈજાગ્રસ્ત કરવા માટે ગાડીના દરવાજાનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ટીએમસીને પ્રચંડ બહુમત મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube