Corona: નવા કેસમાં 71 ટકા સંક્રમિતો માત્ર આ 10 રાજ્યોમાં, જાણો શું છે દેશમાં કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સવારે આઠ કલાકે આપવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા સંક્રમિત સામે આવ્યા, 3,86,444 દર્દી સંક્રમણ મુક્ત થયા અને 4092 લોકોના મૃત્યુ થયા છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારી (Corona Virus) મહામારીની બીજી લહેરમાં દરરોજ સામે આવતા કેસ અને સાજા થનારા દર્દીઓ વચ્ચે અંતર ધીમે-ધીમે ઓછુ થઈ રહ્યું છે. પહેલા જ્યાં એક લાખથી વધુ અંતર રહેતું હતું, હવે કેટલાક હજારનું રહી ગયું છે. રવિવારે પ્રથમવાર રેકોર્ડ 3.86 લાખ દર્દીઓ સંક્રમિત મુક્ત થયા, જ્યારે 4.03 લાખ નવા કેસ સામે આવ્યા. નવા કેસમાં 71 ટકા કેસ તો માત્ર 10 રાજ્યોમાંથી આવ્યા છે અને તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમિતો મળ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સવારે આઠ કલાકે આપવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા સંક્રમિત સામે આવ્યા, 3,86,444 દર્દી સંક્રમણ મુક્ત થયા અને 4092 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2 કરોડ 22 લાખ 96 હજારને પાર થઈ ગઈ છે. તેમાંથી એક કરોડ 83 લાખ 17 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે અને 2,42,362 દર્દીઓના જીવ ગયા છે. દર્દીઓના સાજા થવાનો દર 82.15 ટકા અને મૃત્યુદર 10.09 ટકા છે.
મંત્રાલયે કહ્યું કે, નવા કેસમાં 71.15 ટકા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી સહિત 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવ્યા છે. આ રાજ્યોમાં કેરલ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બંગાળ, રાજસ્થાન અને હરિયાણા સામેલ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 56578, કર્ણાટકમાં 47563 અને કેરલમાં 41,971 કેસ મળ્યા છે.
સક્રિય કેસ 37 લાખથી વધુ
નવા કેસ અને સાજા થનારા દર્દીઓ વચ્ચે અંતર ઘટવાથી એક્ટિવ કેસમાં વૃદ્ધિની ગતિ પણ ધીમી પડી છે. વર્તમાનમાં 37,36,648 સક્રિય કેસ છે, જે કુલ સંક્રમિતોના 16.76 ટકા છે. પહેલા સંક્રમિતોનો 17 ટકાથી વધુ એક્ટિવ કેસ હતા. છેલ્લા એક દિવસમાં સક્રિય મામલામાં માત્ર 13,202 વૃદ્ધિ થઈ છે.
આ પણ વાંચોઃ Corona પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું- શહેરો બાદ હવે ગામડા પણ પરમાત્મા નિર્ભર!
શનિવારે 18.65 લાખ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે કોરોના સંક્રમણની જાણકારી મેળવવા માટે શનિવારે 18,65,428 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. દેશમાં અત્યાર સુધી 30 કરોડ 22 લાખ 75 હજાર 471 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સંક્રમણની એવરેજ રાષ્ટ્રીય ટકાવારી આશરે સાડા સાત ટકા છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube