ઝી બ્યૂરો, અમદાવાદ: દુનિયાભરના વૈજ્ઞાનિક અત્યાર સુધી કોરોના વાયરસના 8થી વધારે સ્ટ્રેનને શોધી શક્યા છે. અને દાવો કરી રહ્યા છે કે કોરોના વાયરસ દર 15 દિવસમાં પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કોરોનાનું આ નવું સ્વરૂપ એટલા માટે ખતરનાક છે કેમ કે મ્યૂટેશનના કારણે આ વાયરસે શરીરની કોશિકાઓમાં ચોંટી જવાની શક્તિને વધારી દીધી છે. એકબાજુ કોરોનાની વેક્સિન માટે આખી દુનિયામાં વૈજ્ઞાનિકો દિવસરાત કામ કરી રહ્યા છે. તો બીજી બાજુ કોરોના દર 15 દિવસે બદલાઈ રહ્યો છે. ત્યારે એવો સવાલ થાય છે કે કોરોનાનું કારણ કે મારણ મળશે કે નહીં?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાયરસનો એક ખતરનાક સ્ટ્રેન મલેશિયામાં મળ્યો છે. જેને D 614 G નામ આપવામાં આવ્યું છે. તમે તેને કોરોના વાયરસનું નવું વર્ઝન પણ કહી શકો છો. મલેશિયામાં કોરોનાનું આ નવું વર્ઝન ભારતથી પાછા ફરેલા એક વ્યક્તિથી ફેલાવાનું શરૂ થયું હતું. જેણે 14 દિવસના ક્વોરન્ટાઈનની વચ્ચે પોતાનો જીવ ગુમાવ્યો હતો.


કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ


વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાનું આ નવું સ્વરૂપ એટલા માટે ખતરનાક છે. કેમ કે મ્યૂટેશનના કારણે આ વાયરસે શરીરની કોશિકાઓમાં ચોંટવાની પોતાની શક્તિને વધારી દીધી છે. કોઈપણ વાયરસ તેના સ્પાઈક પ્રોટીનની મદદથી શરીરની કોશિકાઓ સાથે ચોંટે છે. કોરોના વાયરસની તસવીરોમાં તેની આસપાસ કાંટા જેવી આકૃતિ સર્જાય છે. તેને જ સ્પાઈક પ્રોટીન કહેવામાં આવે છે. કોરોનાના નવા વર્ઝન પર શોધ કરનારા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે તેના આ કાંટા પહેલાથી વધારે ઘાતક થઈ ગયા છે અને તે કોશિકાઓ પર વધારે ઘાતક પ્રહાર કરવામાં સક્ષમ છે.

આ Apps ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ, જલદીથી જોઇ લો લિસ્ટ


આથી અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ વાયરસ સામે લડનારી વેક્સિન બની જશે તો પણ તે અલગ-અલગ પ્રકારના કોરોના વાયરસનો સામનો કેવી રીતે કરશે? તેનો જવાબ એ છે કે અત્યાર સુધી આ વાયરસના બંધારણમાં જે પણ ફેરફાર થયા છે. તે તેના સ્પાઈક પ્રોટીનમાં થયા છે. જે વાયરસનો ઉપરનો ભાગ છે. જ્યારે તેના નીચેના ભાગમાં કોઈ ફેરફાર થયો નથી અને વેક્સિનની સાથે સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વાયરસ પર પહેલો પ્રહાર આ ભાગમાં કરે છે. આથી અત્યાર સુધી કોરોનામાં થયેલા ફેરફાર વેક્સિન પર કોઈ અસર નહીં કરે. પરંતુ જો આગળ ચાલીને આવાયરસ પોતાની અંદર વધારે ઘાતક પરિવર્તન કરે છે તો તે મુશ્કેલીની વાત થઈ શકે છે.

રાજકોટથી દાઉદના કરાચીવાળા ઘરનું અંતર માત્ર 480 KM, ફક્ત 3 મિનિટમાં પહોંચી શકે છે મિસાઇલ


કોરોના વાયરસમાંથી સારા થયા પછી પણ તે કોઈ ને  કોઈ રીતે પરેશાન કરતો રહે છે
- 50 ટકા લોકોમાં લાંબા સમય સુધી થાકનો અનુભવ થાય છે.
- શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.
- કેટલાંકને માનસિક સમસ્યા થવા લાગે છે.
- કેટલાકને હ્રદયની બીમારી થાય છે.
- ડાયરિયાની બીમારી થઈ જાય છે.
- કેટલાંકને આ લક્ષણ 4 મહિના સુધી રહે છે.
- તો આ સંઘર્ષ 1થી 6 મહિના સુધી કરવો પડી શકે છે.

સસ્તુ થઇ ગયું છે સોનું! ખરીદવાનો છે સોનેરી અવસર, જાણો શું છે 10 ગ્રામનો ભાવ


તેમાં સૌથી મોટી સમસ્યા થાકની છે. અને ઘણા વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે આ વાયરસથી સારા થયા પછી લાગતો થાક પણ કોઈ મહામારીથી ઓછો નથી. એટલે સંક્રમણમાંથી સાજા થયા પછી તમારે બે કારણથી બેદરકારી રાખવાની જરૂર નથી. પહેલું કારણ એ છે કે આ સંક્રમણ ફરીથી થઈ શકે છે. બીજું કારણ એ છે કે સાજા થયા પછી તેનો પ્રભાવ શરીરમાં રહે છે અને નબળું શરીર બીજી અનેક બીમારીઓનું ઘર બની શકે છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube