મુંબઈઃ તો દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના રાજકારણના તમામ ચક્રવ્યુહને ભેદીને સીએમની ખુરશી હાંસલ કરી છે.. એક તરફ દિલ્લીમાં નરેન્દ્ર છે તો મહારાષ્ટ્રમાં છે દેવેન્દ્ર.. સંઘના પણ ખાસ કહેવાતા ફડણવીસે આ ચૂંટણીમાં એવો કરીશ્મા કરી બતાવ્યો કે સૌકોઈ દેવાભાઉનો જયકાર કરી રહ્યા છે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 ડિસેમ્બર 2024... ગુરૂવાર
આ દિવસ સાથે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવો અધ્યાય લખી દીધો છે..  જેમાં એકવાર ફરી કેન્દ્રમાં નરેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્રનું શાસન હશે.


એક અને એક અગિયારના મંત્ર પર વિશ્વાસ કરતી આ જોડીની સમગ્ર દેશભરમાં ચર્ચા છે. પ્રધાનમંત્રી મોદીના પસંદીતા દેવેન્દ્ર ફડણવીસની પુરા દમ સાથે વાપસી કરવાની કહાની સૌને પસંદ આવી રહી છે. 


બુધવારે ભાજપની બેઠકમાં જેવી જ દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત થઈ.. સમગ્ર હૉલ 'દેવાભાઉ'ના નાદથી ગુંજી ઉઠ્યું.. તેની સાથે જ વાયરલ થવા લાગ્યું દેવેન્દ્ર ફડણવીસનું એ નિવેદન જે તેમણે મહારાષ્ટ્રની વિધાનસભામાં આપ્યું હતુ... 


હવે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રની રાજનીતિના નવા ચાણક્ય પણ કહેવાઈ રહ્યા છે, જેઓ વિરોધીઓની તમામ ચાલનો તોડ જાણે છે. રાજકારણમાં જે વ્યક્તિ પોતાની વાતને સાચી સાબિત કરી બતાવે તેનો જયકાર થાય છે. ફડણવીસે પણ આવું જ કરી બતાવ્યું છે. કેમ કે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ મહારાષ્ટ્રમાં ભાજપ માટે કપરા ચઢાણ દેખાતા હતા.  લોકસભામાં ખરાબ પ્રદર્શનના કારણે ભાજપ બેકફૂટ પર આવી ગયો હતો. મરાઠા આંદોલન, સંવિધાનનો મુદ્દો, જાતિગત જનગણના અને સત્તા વિરોધી લહેર મહાયુતી સામે પહાડ સમા દેખાતા હતા.. પરંતુ દેવેન્દ્ર ફડણવીસે પરિણામ સાથે સાબિત કરી દીધું કે, તેઓ અશક્યને પણ શક્ય બનાવવું જાણે છે. 


મહારાષ્ટ્રમાં મહાયુતીને ભવ્ય જીત અપાવીને ફડણવીસે પોતાનો દમ તો દેખાડ્યો.. પરંતુ સાથોસાથ વિરોધીઓને પણ શબક શીખવાડ્યો છે કે, ફડણવીસનું રાજકારણ ખતમ કરવા માગતા લોકો પોતે ખતમ થઈ જાય છે. સમુદ્રની જેમ ભવ્ય જીત સાથે વાપસી કરનાર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે દુશ્મની ખતરનાક છે. 


એ ઉદ્ધવ ઠાકરે જ છે જેમણે 2019માં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીની ખુરશી પરથી નીચે ઉતાર્યા.. એ ઉદ્ધવ ઠાકરે જ છે જેમણે કોંગ્રેસ અને NCP સાથે મળીને સરકાર બનાવી.. 


5 વર્ષ પહેલા 23 નવેમ્બરનો એ દિવસ દેવેન્દ્ર ફડણવીસ ક્યારેય નહીં ભૂલી શકે.. જ્યારે અજીત દાદાના સમર્થન સાથે તેમણે અચાનક રાજભવનમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.. પરંતુ 80 કલાક ચાલેલી તે સરકારથી જ્યારે ફડણવીસને વિદાય લેવી પડી તો તેમણે ચેતવણી આપતા કહ્યું કે, હું સમુદ્ર છું. જરૂર પરત ફરીશ.. 


મહારાષ્ટ્રની ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસ પહેલા કરતા પણ વધુ પ્રચંડ જીત સાથે પરત ફર્યા છે. લોકસભા સમયે સ્થિતિ એકદમ વિપરીત હતી, પરંતુ 6 મહિનામાં ફડણવીસે આખી બાજી બદલી નાખી.. 132 બેઠકો સાથે ભાજપ મહારાષ્ટ્રમાં પરત ફર્યું છે. તેમના નેતૃત્વમાં ભાજપનું આ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. જોકે આટલા સારા પરિણામ બાદ પણ ફડણવીસ માટે એક પડકાર બાકી હતો.. મુખ્યમંત્રી ખુરશી પણ કોણ બેસશે તે સવાલ 11 દિવસ સુધી ચાલતો રહ્યો.. પરંતુ અંતે જીત ફડણવીસના હાથે જ લાગી.. અને ત્રીજીવાર તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા..