નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં પ્રતિ એક લાખ આબાદી પર કોવિડ-19થી મોતના લગભગ 0.2 કેસ સામે આવ્યા છે. જ્યારે દુનિયાના આંકડા 4.1 મૃત્યુ પ્રતિ લાખ છે. દેશમાં મંગળવારના કોરોના વાયરસ સંક્રમણના કારણે મોતના મામલે 3163 પર પહોંચી ગયા અને સંક્રમણના કુલ કેસની સંખ્યા 1,01,139 થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Lockdown 4.0: જો તમે એક રાજ્યથી બીજા રાજ્ય જવા માગો છો, તો અહીં જાણો સમગ્ર માહિતી


મંત્રાલયે કહ્યું કે, સોમવારના દેશમાં કોવિડ-19 માટે રેકોર્ડ 1,08,233 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ, 24,25,742 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્થિતિ રિપોર્ટ 119ના આંકડાના અહેવાલથી મંત્રાલયે કહ્યું કે, દુનિયાભરમાં મંગળવાર સુધીમાં કોવિડ-19થી મોતના 3,11,847 કેસ સામે આવ્યા છે. જ્યારે લગભગ 4.1 મૃત્યુ પ્રતિ લાખની આબાદી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube