Most Popular Snack of 2021: આ વર્ષે લોકોએ સૌથી વધુ કઇ ડીશનો કર્યો ઓર્ડર, રિઝલ્ટ આવ્યું સામે
Most Popular Snack of 2021: વિશ્વમાં ભારતના લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન ગણાય છે. આ વર્ષે પણ તેમણે દબાઇને ખાવામાં કોઇ સંકોચ અનુભવ્યો નથી. જો કે, શું તમે જાણો છો કે વર્ષ 2021માં લોકોને કઈ વાનગી સૌથી વધુ ખાવાનું પસંદ હતું.
Most Popular Snack of 2021: વિશ્વમાં ભારતના લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન ગણાય છે. આ વર્ષે પણ તેમણે દબાઇને ખાવામાં કોઇ સંકોચ અનુભવ્યો નથી. જો કે, શું તમે જાણો છો કે વર્ષ 2021માં લોકોને કઈ વાનગી સૌથી વધુ ખાવાનું પસંદ હતું.
સમોસા બન્યા સૌથી લોકપ્રિય નાસ્તો
ફૂડ ડિલિવરી એપ કંપની સ્વિગીએ વર્ષ 2021માં મળેલા ઓર્ડરના આધારે સૌથી લોકપ્રિય વાનગીઓની યાદી બહાર પાડી છે. 'StateEATistics 2021: How India Swiggyed this year' નામથી બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર, આ વર્ષે દેશમાં લોકોએ સૌથી વધુ સમોસા ખાવાનું પસંદ કર્યું. કંપનીને આ વર્ષે લગભગ 50 મિલિયન એટલે કે 50 લાખ ઓર્ડર સમોસાના મળ્યા છે.
50 લાખ લોકોએ આપ્યો ઓર્ડર
કંપનીએ પણ પોતાની આગવી શૈલીમાં આ વાતની ઉજવણી કરી હતી. 'જબ તક રહેગા સ્વિગી પે સમોસા' નામનું નિવેદન જાહેર કરીને કંપનીએ કહ્યું કે સમોસા (Samosa) આજે પણ દેશમાં નંબર-1 વાનગી છે. ઓફિસ હોય કે ઘર, કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી ગણવામાં આવે છે. તેની ઓછી કિંમત અને ઝડપી તૈયાર થતા હોવાના કારણે લોકો તેને સૌથી વધુ ઓર્ડર આપે છે.
પાવભાજી રહી બીજા ક્રમે
કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં લોકોની બીજી ફેવરિટ વાનગી પાવભાજી (Pav Bhaji) હતી. કંપનીને આ વર્ષે પાવભાજીના 2.1 મિલિયન એટલે કે 21 લાખ ઓર્ડર મળ્યા છે. તેમાંથી મોટાભાગના ઓર્ડર મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિતના મોટા મહાનગરોમાંથી આવ્યા હતા.
સ્વીટમાં ગુલાબજાંબુ બન્યા નંબર-1
સર્વે મુજબ આ વર્ષે લોકોને મીઠાઈઓમાં સૌથી વધુ ગુલાબજાંબુ (Gulab Jamun) ખાવાનું પસંદ કર્યું છે. તેને આ વર્ષે દેશભરમાંથી ગુલાબ જામુનના 2.1 મિલિયન એટલે કે 21 લાખ ઓર્ડર મળ્યા છે. તેને આ ઓર્ડરો મહાનગરો, શહેરો અને નાના વિસ્તારોમાં, દરેક જગ્યાએથી મળ્યા હતા.
LPG cylinder: આ રીતે ચપડી વગાડતાં જ ખબર પડી જશે કે ગેસનો બાટલો કેટલો બાકી છે?
રાત્રે બદલાય જાય છે ફૂડ ચોઇસ
સર્વેમાં સૌથી રસપ્રદ વાત સામે આવી છે કે રાત્રે 10 વાગ્યા પછી લોકોની ખાવાની પસંદગી બદલાઈ જાય છે. આ પછી લોકોને પોપકોર્ન, ફ્રેન્ચ ફ્રાઈસ અને ચીઝ ગાર્લિક બ્રેડનો ઓર્ડર મળ્યો. એટલે કે નાઇટ પાર્ટીઓમાં લોકોને આ વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube