Anand Mahindra Tweet: કિક વડે સ્ટાર્ટ કરનાર 'જીપ' ના બદલે આનંદ મહિંદ્રા આપવા જઇ રહ્યા છે Bolero, જાણો કારણ
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દરરોજ કોઈને કોઈ વીડિયો કે પોસ્ટ શેર કરતા રહે છે. તે કાં તો પ્રેરણાદાયક છે અથવા રમુજી હોય છે. મંગળવારે તેણે એક વીડિયો શેર કર્યો હતો.
Trending Photos
Anand Mahindra Tweet: ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દરરોજ કોઈને કોઈ વીડિયો કે પોસ્ટ શેર કરતા રહે છે. તે કાં તો પ્રેરણાદાયક છે અથવા રમુજી હોય છે. મંગળવારે તેણે એક વીડિયો શેર કર્યો હતો. જીપને કિક મારીને સ્ટાર્ટ કરતો અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ વિડીયો આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. હવે તેમણે જીપ બનાવનાર વ્યક્તિને મહિન્દ્રા બોલેરો કાર ગિફ્ટ કરવાની ઓફર કરી છે.
આનંદ મહિન્દ્રા બોલેરો ગાડી આપવાની કરી ઓફર
આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ પોતાના નવી ટ્વીટમાં લખ્યું, ' સ્થાનિક અધિકારીઓ વહેલા મોડા આ વાહનને ચલાવતાં રોકશે કારણ કે તે નિયમોનું ઉલ્લંઘન કરે છે. બદલામાં હું વ્યક્તિગત રીતે તેમને બોલેરો ઓફર કરું છું. આ કૌશલ્ય દ્વારા અમને પ્રેરણા આપવા માટે તેમની રચનાઓ MahindraResearchValley માં પ્રદર્શિત કરી શકાય છે. કારણ કે 'સંસાધન' નો અર્થ છે ઓછા સંસાધનોમાં વધુ કરવું.' આ મેસેજ દ્વારા, આનંદ મહિન્દ્રાએ સાબિત કર્યું છે કે તેઓ કૌશલ્યની ખૂબ પ્રશંસા કરે છે અને તેને સંપૂર્ણ સપોર્ટ કરે છે.
Local authorities will sooner or later stop him from plying the vehicle since it flouts regulations. I’ll personally offer him a Bolero in exchange. His creation can be displayed at MahindraResearchValley to inspire us, since ‘resourcefulness’ means doing more with less resources https://t.co/mibZTGjMPp
— anand mahindra (@anandmahindra) December 22, 2021
જુગાડ સાથે અદ્ભુત જીપ બનાવી
મંગળવારે શેર કરવામાં આવેલા વિડિયોમાં આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ લખ્યું, 'આ સ્પષ્ટરૂપથી કોઈ નિયમો સાથે મેળ ખાતું નથી, પરંતુ હું આપણા લોકોના સરળ સ્વભાવ અને 'ઓછામાં ઓછી' ક્ષમતાઓની પ્રશંસા કરવાનું ક્યારેય બંધ કરીશ નહી. ગતિશીલતા માટે તેમનો જુસ્સો અદ્ભુત છે. આ વીડિયો જોયા બાદ આનંદ મહિન્દ્રાએ પણ ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. આ પહેલા પણ તે આવી કુશળતાના વખાણ કરતા રહ્યા છે. આયર્નમેનની જેમ સૂટ ડિઝાઇન કરનાર બાળકને પણ આનંદ મહિન્દ્રાનો ઘણો સપોર્ટ મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પણ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે