Most Powerful Gujaratis : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રની સત્તામાં સર્વોચ્ચ સ્થઆન પર બે કાર્યકાળને લગભગ પૂરો કરી ચૂક્યા છે. ત્રીજો કાર્યકાળ સમાપ્ત થવામાં થોડો સમય બાગી છે. ત્યારે આજે પણ તેઓ દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. પીએમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. હાલમાં જ દેશના 100 સૌથી શક્તિશાળી મહાનુભાવોનું લિસ્ટ જાહેર કરવામા આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી ટોપ પર છે. રસપ્રદ બાબત એ છે કે, દેશના મોસ્ટ પાવરફુલ 100 ભારતીયોમાં 13 ગુજરાતીઓ છે. તો ટોપ-10 માં મોટાભાગાન ભાજપના અને આરએસએસના નેતાઓ છે. તેમાં દેશના ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને અરબોપતિ ગૌતમ અદાણી બે નામ ટોપ-10 માં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ-100 માં આટલા ગુજરાતીઓ


1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
2. ગૃહમંત્રી અમિત શાહ 
10. ગૌતમ અદાણી, ઉદ્યોગપતિ
11. મુકેશ અંબાણી, ઉદ્યોગપતિ
19. શક્તિકાંત દાસ, આરબીઆઈ ગર્વનર
23. મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી
26. નીતા અંબાણી, રિયાલન્સ ફાઉન્ડેશન - ચેરપર્સન
36. જય શાહ, બીસીસીઆઈ - સેક્રેટરી
41. ઉદય કોટક, કોટક બેંક - ડાયરેક્ટર
51. તુષાર મહેતા, સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા
67. સીઆર પાટીલ, ભાજપ પ્રદેશ પ્રમુખ
71. ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી ગુજરાત
89. પ્રફુલ પટેલ, એડમિનિસ્ટ્રેટર દીવ દમણ


રાજીવ મોદી કેસમાં બલ્ગેરિયન યુવતીએ નોંધાવ્યું નિવેદન, 6 પાનાંમાં જણાવી આપવીતી


પીએમ મોદીની લોકપ્રિયતા વધી 
100 પાવરફુલ ભારતીયોની યાદી બતાવે છે કે, દેશના 73 વર્ષીય પ્રધાનંત્રીની લોકપ્રિયતા હજી પણ ઘટી નથી. તેમને લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. તેઓ પહેલા કરતા વધુ મજબૂત બન્યા છે. તો લિસ્ટમાં પ્રધાનમંત્રી બાદ બીજા નંબરે અમિત શાહ છે. તેમના માટે લખાયું છે કે, પાર્ટીના તેઓ મુખ્ય રણનીતિકાર છે. ત્રીજા નંબર પર આરએસએસના સંઘ સંચાલક એટલે કે 73 વર્ષીય મોહન ભાગવત છે. ચોથા સ્થાન પર ભારતના ન્યાયાધીશ 64 વર્ષીય ડીવાય ચંદ્રચૂડ છે. જેમણે ન્યાયિક વ્યવસ્થા અને કોલેજિયમમાં મોટો બદલાવ કર્યો છે. 


ટોપ-10 માં માત્ર ગૌતમ અદાણી
આ લિસ્ટમાં ટોપ-10 માં માત્ર 61 વર્ષીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેલ છે. જે 101 અરબ અમેરિકન ડોલર (લગભગ ₹8,37,600 કરોડ) ની પોતાની નેટવર્થની સાથે સમગ્ર દેશમાં બીજા નંબરના અમીર શખ્સ છે. ગૌતમ અદાણીના નેતૃત્વમાં સિમેન્ટ, એનર્જી, એરપોર્ટ, ગ્રીન એનર્જિ અને પોર્ટ જેવા ક્ષેત્રોમાં વિકાસ થયો છે. 


ગુજરાત સરકારે માર્કેટમાંથી લીધેલી કરોડોની લોન હજી ચૂકવી નથી, દેવું 4.12 લાખ કરોડ થયુ