કન્નોજ : અનાજ માટે ટળવળી રહેલા બાળકની દશા સહન નહી થતા માંએ પોતાનાં જ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી દેવાની ચકચારી ઘટના બની હતી. ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. સુત્રો અનુસાર પોસ્ટમોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી થઇ છે. છિબરામઉ પોલીસ સ્ટેશન ઇન્સપેક્ટર બલરામ મિશ્રાના અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાની સાથે જ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્થળો પર AMU કેમ્પસ સ્થાપિત કરવા માટે નથી થયું કંઇ કામ: કોંગ્રેસ નેતા
પોલીસના અનુસાર છિબરામઉનાં બિરતિયા મોહલ્લાની રુખસારનાં ત્રણ બાળકો છે. મુંબઇમાં નોકરી કરનારા પતિ શાહિદ સાથે તેનો ઝગડો થઇ ગયો હતો. આ કારણે 4-5 મહિનાથી તે ઘરે પૈસા નહોતો મોકલી રહ્યો. મુશ્કેલ સ્થિતીમાં રુખસાર જેમ તેમ કરીને ઘર ચલાવી રહી હતી. થોડા મહિના પહેલા તેના 8 મહિનાના બાળકને લોહીમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું. તમામ દાગીના વેચીને 90 હજાર રૂપિયામાં અહદની આગરામાં સારવાર કરાવી. 3-4 દિવસથી તેની પાસે કોઇ જ પૈસા નહોતા. 


લદ્દાખ: ભારતીય સીમામા ઘુસ્યા ચીની સૈનિક, બેનર અને ઝંડા લહેરાવ્યા
કોંગ્રેસમાં નેતૃત્વનું કોકડુ ઉકેલાશે, ટુંક સમયમાં થઇ શકે છે કાર્યવાહક અધ્યક્ષની જાહેરાત
ગુરુવારે સાંજે તાવથી તપતા પુત્રને લઇને રુખસાર ડોક્ટર પાસે પહોચી, પરંતુ ઉધાર ચુકવ્યા વગર દવા દેવા માટે તૈયાર નહોતું. તો બીજી તરફ બાળક ભુખથી પણ તડપી રહ્યો હતો. સવારે આશરે 6 વાગ્યે રુખસારે બાળકીને પાણીમાં ખાંડ ઓગાળીને પીવડાવી. તે સુઇ ગયો. 08.30 વાગ્યા સુધી બાળક ઉઠ્યો નહોતો. તો રહેનારા પરિવારનાં લોકોને શંકા ગઇ. બાળકે જણાવ્યું કે માંએ ભાઇનું ગળુ દબાવીને મારી નાખ્યો. પોલીસે પુછપરછ રુખસારે જણાવ્યું કે, તેઓ ત્રણ દિવસથી બાળકો માટે દુધની વ્યવસ્થા નહોતી કરી શકતી, એટલા માટે તેનું ગળુ દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી.