લદ્દાખ: ભારતીય સીમામા ઘુસ્યા ચીની સૈનિક, બેનર અને ઝંડા લહેરાવ્યા

સેનાના સુત્રોનો દાવો છે કે તેમણે LACને પાર નથી કર્યું, જો કે અનેક સ્થાનીક સુત્રોએ LAC માં ઘુસણખોરીનો દાવો કર્યો છે

લદ્દાખ: ભારતીય સીમામા ઘુસ્યા ચીની સૈનિક, બેનર અને ઝંડા લહેરાવ્યા

નવી દિલ્હી : ભારત-ચીન સીમા પર એકવાર ફરીથી તણાવની સ્થિતી ફરી થતી જોવા મળી રહી છે. એલએસી પર ચીનનાં સૈનિક દેખાયા છે. તેઓ 11 હોવાનું જણાવાઇ રહ્યું છે. આ વખતે ચીને લદ્દાખીયો પર માનસિક દબાણ બનાવવાની રણનીતિ અપનાવી છે. હાલમાં જ દલાઇ લામાના જન્મ દિવસ સમારંભ દરમિયાન ચીને લદ્દાખીયોને ભડકાવવાનો આરોપ લગાવ્યો. આ આશરે 40 મિનિટ સુધી તે સ્થળ પર રહ્યા અને ત્યાર બાદ તેઓ પરત ફરી ગયા. સેનાના સુત્રોનો દાવો છે કે તેમણે LACને પાર નથી કર્યું, જો કે અનેક સ્થળો પર સુત્રોએ LACમાં ગુસણખોરીનો દાવો કર્યો છે. 

વિશ્વાસમતની માંગ અંગે સિદ્ધરમૈયાએ કહ્યું, અમારી પાસે બહુમતી, ભાજપ ગભરાયું
6 જુલાઇના રોજ લદ્દાખનાં ફુક્ચે નજીક ગામના લોકો દલાઇ લામાનો જન્મ દિવસ ઉજવી રહ્યા હતા. ડાલ્લે ટેંગો (DALLEY TANGO) નામનો સમારંભ લદ્દાખનાં બૌદ્ધ ધર્મ અનુયાયી ખુબ જ ધુમધામથી મનાવે છે. આ આયોજન એવા સ્થળ પર થઇ રહ્યું હતુ જ્યાંથી ભારત-ચીન સીમા એટલે કે LAC પરથી પસાર થાય છે. ચીનની તરફથી બે ગાડીઓમાં સાદા કપડામાં 11 લોકો આવ્યા અને તેમણે ગાડીમાંથી ઉતરીને મોટુ બેનર લગાવી દીધું. આ બેનર પર લખ્યું હતું કે, STOP ACTIVITIES TO SPLIT TIBET. સુત્રોના અનુસાર આ ચીની સેના PLAનાં લોકો હતા જે સાદા કપડામાં આવ્યા હતા. 

ભારત ફોરવર્ડ બેઝ પરથી હટાવે ફાઇટર પ્લેન, પછી અમે એરસ્પેસ ખોલીશું: પાકિસ્તાન
લદ્દાખમાં દલાઇ લામાના સમર્થક વધારે
ચીન લદ્દાખને તિબેટનો હિસ્સો માને છે અને અહીં ઘુસણખોરીના પ્રયાસ કરતા રહે છે. જો કે પહેલીવાર તેણે સામાન્ય લદ્દાખીઓને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. ચીન દલાઇ લામાને તિબેટને ધાર્મિક અને રાજનૈતિક નેતા નથી માનતું. ચીને પોતાની તરફથી એક દલાઇ લામાને તિબેટ પર થોપેલું છે. લદ્દાખમાં દલાઇ લામાના અનુયાયીઓનાં મોટા પ્રમાણમાં જેમાં તિબેટથી આવેલા શરણાર્થીઓ અને લદ્દાખી બંન્નેનો સમાવેશ થાય છે. ચીન લદ્દાખીઓને પોતાનાં દલાઇ લામાને સ્વીકાર કરવા માટે મનોવૈજ્ઞાનિક અભિયાન ચાલી રહ્યું છે. 

ભાજપનાં નેતાએ આઝમને ફાંસીએ લટકાવી દેવાની કરી માંગ, કારણ છે ચોંકાવનારુ
પૂર્વી લદ્દાખમાં અનેકવાર થઇ ચુક્યું છે ઘર્ષણ
પૂર્વી લદ્દાખમાં ચીની અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે અનેક વાર ઘર્ષણ થઇ ચુક્યું છે. 2014માં બંન્ને દેશોનાં સૈનિકો સામ સામે આવી ગયા હતા, જે અનેક અઠવાડીયા બાદ પરત ફર્યા હતા. સુત્રોનું કહેવું છે કે આ વર્ષે જુનનાં મહિનામાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે ઘર્ષણ થયું છે. ચીની સૈનિકોએ LAC પર એક પેટ્રોલિંક કેમેરો લગાવ્યો હતો. જેનો ભારતીય સૈનિકોએ વિરોધ કર્યો હતો. બંન્ને દેશ 2017માં સિક્કિમ સીમા નજીક ડોકલામમાં સામ સામેઆવી ગયા હતા અને તણાવ વધી ગયો હતો. જો કે ત્યાર બાદ બંન્ને દેશો વચ્ચે સમજુતી થઇ ગઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news