ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી લગ્નનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, ગોરખપુરના દાદરી ગામમાં ગ્રામવાસીઓએ 42 વર્ષીય મહિલાના તેના પ્રેમી સાથે બીજા લગ્ન કરાવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે મહિલાના પહેલા પતિનું બિમારીના કારણે મૃત્યુ થયું છે. મહિલાને તેના પહેલા પતિથી કુલ 10 બાળકો હતા. જેમાં 4 દીકરીઓ અને 6 દીકરાનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આખો મામલો બધલગંજ જિલ્લાના દાદરી ગામનો છે. ગામની 42 વર્ષીય સોની દેવીના પતિ વિજય શર્માનું 6 વર્ષ પહેલા અવસાન થયું હતું. પતિના અવસાન બાદ કુલ 10 બાળકોની જવાબદારી સોની દેવીના ખભા પર આવી ગઈ. જેમાં 4 છોકરીઓ અને 6 છોકરાઓનો સમાવેશ થાય છે. સોની દેવીની મોટી પુત્રીની ઉંમર 22 વર્ષની છે.


બીજી તરફ, આ પછી, વિધવા સોની દેવીએ કોઈક રીતે સ્થાનિક ગુરુકુળ પીજી કોલેજમાં નાની મોટી નોકરીઓ કરીને પરિવારનું ગુજરાન ચલાવવાનો નિર્ણય લીધો હતો.
 
આ દરમિયાન દેવરિયા જિલ્લાના નાકૈલ ગામમાં રહેતો બલેન્દ્ર ઉર્ફે બલાઈ (40 વર્ષ) સોની દેવીને મળ્યો. ઉંમરના આ તબક્કે બંને વચ્ચે નિકટતા વધવા લાગી અને બંને છેલ્લા 5 વર્ષથી એકબીજાને મળતા હતા.


આ પછી કેટલાક લોકોએ તેમના સંબંધો પર વાંધો ઉઠાવ્યો, તો ગામલોકોએ પંચાયત બોલાવી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ બંનેના લગ્ન કેમ ન થાય. તેથી તેમની સાથે 10 અનાથ બાળકોને પણ તેમના પિતાનો પ્રેમ અને રક્ષણ મળશે.


SC એ હાઈકોર્ટનો આદેશ પલટી નાખ્યો, સરકારી નોકરીઓમાં 58% અનામત પર લાગેલી રોક હટાવી


મોદી સરકારની પાકિસ્તાની આતંકીઓ પર 'ડિજિટલ સ્ટ્રાઈક', અનેક એપ પર પ્રતિબંધ


ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા માટે ખરાબ સમાચાર, ચૂકવવા પડશે વધુ રૂપિયા, જાણો કારણ


ગ્રામજનોએ સર્વસંમતિથી નિર્ણય લઈને બંનેના કાયદા મુજબ લગ્ન કરાવ્યા. હવે આ સમગ્ર મામલાની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. સાથે જ આ ઉમદા કાર્ય માટે લોકો ગ્રામજનોના વખાણ કરી રહ્યા છે.


મહિલા બાળકોને છોડીને ભાગી ગઈ હતી
આ પહેલાં મહિલા તેના પ્રેમી સાથે બાળકોને છોડીને ભાગી ગઈ હતી. જ્યારે તે કોઈ કામ માટે ગામમાં પાછી આવી ત્યારે ગામના લોકોએ તેને રોકી અને કાયદા અનુસાર તેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે, સ્થાનિક પીજી કોલેજના મેનેજરે આમાં મોટી ભૂમિકા ભજવી છે. તેણે હવે દંપતીને કોલેજ કેમ્પસમાં રહેવા માટે એક ઘર આપ્યું છે અને તેમાં તેમને નોકરી પણ આપી છે. હવે આ નવપરિણીત યુગલને સરકારી યોજનાઓનો લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube