Online Food Order કરનારા માટે ખરાબ સમાચાર!, ચૂકવવા પડશે વધુ રૂપિયા, જાણો કારણ
સ્વિગીનું કહેવું છે કે આ પગલું તેમના રાજસ્વમાં સુધાર અને ખર્ચને ઓછો કરવાના પ્રયાસનો ભાગ છે. જે ખાદ્ય વિતરણ વ્યવસાયમાં મંદીથી પ્રભાવિત થયો છે. આ વધારાના ચાર્જને સ્વિગીએ શરૂઆતમાં બેંગ્લુરુ અને હૈદરાબાદના યૂઝર્સ માટે શરૂ કર્યો હતો.
Trending Photos
સ્વિગીએ હાલમાં જ એક અપડેટ કર્યું છે જે મુજબ તેણે પ્રતિ ઓર્ડર 2 રૂપિયાનું 'પ્લેટફોર્મ શુલ્ક' વસૂલવાનું શરૂ કરી દીધુ છે. જેનો અર્થ એ છે કે જ્યારે તમે સ્વિગીથી ખાવાનું ઓર્ડર કરશો તો તમારા કોર્ટમાં પાંચ આઈટમ હોય કે ફક્ત એક આઈટમ પણ તમારી પાસેથી આ ચાર્જ વસૂલવામાં આવશે. આ ચાર્જ તમારા ઓર્ડરની માત્રા કે કાર્ટના મૂલ્યના આધારે નહીં વધે.
સ્વિગીનું કહેવું છે કે આ પગલું તેમના રાજસ્વમાં સુધાર અને ખર્ચને ઓછો કરવાના પ્રયાસનો ભાગ છે. જે ખાદ્ય વિતરણ વ્યવસાયમાં મંદીથી પ્રભાવિત થયો છે. આ વધારાના ચાર્જને સ્વિગીએ શરૂઆતમાં બેંગ્લુરુ અને હૈદરાબાદના યૂઝર્સ માટે શરૂ કર્યો હતો. પરંતુ હવે મુંબઈ અને દિલ્હી જેવા પ્રમુખ શહેરોમાં પણ લાગૂ કરવામાં આવી રહ્યો છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ ચાર્જ ફક્ત ખાવાના ઓર્ડર પર લગાવવામાં આવે છે. ક્વિક-કોમર્સ કે ઈન્સ્ટામાર્ટ ઓર્ડર પર નહીં.
સ્વિગીના સીઈઓ અને સહ સંસ્થાપક શ્રીહર્ષ મજેટીએ ડિલિવરી કારોબારમાં મંદી માટે પ્લેટફોર્મ શુલ્કની શરૂઆતને જવાબદાર ઠેરવી છે. જેણે કંપનીના વિકાસ દરને પ્રભાવિત કર્યો છે.
અત્રે જણાવવાનું કે આ રકમ યૂઝર માટે ઓછી હોઈ શકે છે પરંતુ તેનાથી કંપનીને ખુબ ફાયદો થવાનો છે. અત્રે જણાવવાનું કે દરરોજ 1.5 મિલિયનથી વધુ ઓર્ડર ડિલિવર થાય છે. સ્વિગીના સ્પર્ધક એવા ઝોમેટોએ પણ ઉદ્યોગ-વ્યાપી મંદીના પ્રભાવનો સામનો કરવો પડી રહ્યો છે.
ઝોમેટોના સીએફઓ, અક્ષત ગોયલે કંપનીના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામોમાં તેનો ઉલ્લેખ પણ કર્યો છે અને કહ્યું કે આ વલણ સમગ્ર દેશમાં જોવા મળ્યું છે. પરંતુ ટોચના આઠ શહેરોમાં આવું વધુ જોવા મળ્યું છે. જો કે ઝોમેટોએ હજુ સુધી કોઈ પ્લેટફોર્મ ફીની જાહેરાત કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે