રેવાડી: રેવાડી ગેંગરેપ કેસમાં આજે ઘટનાના પાંચમાં દિવસે પણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી શકી નથી. ત્રણ આરોપીઓની ઓળખ થઇ ગઇ છે. આરોપીઓ સાથે જોડાયેલા સંકેતો આપનારને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. પોલીસની એક ટીમ રાજસ્થાન જઇ આવી છે પરંતુ આરોપીઓ હાથ લાગ્યા ન હતા. પોલીસની કાર્યવાહી સામે પીડિતાના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કારણે પીડિતાના પરિવારે વળતરના રૂપમાં સરકરા દ્વારા આપવામાં આવેલા 2 લાખ રૂપિયાના ચેકને પરત કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે ત્રણે આરોપીઓ પંકજ, આર્મી જવાન નિશુ અને મનીષ રેવાડી ગામના રહેવાસી છે. આ આરોપીઓ પીડિતા અને તેના પરિવારને જાણતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમને પૈસા નહીં ન્યાય જોઇએ
રેવાડી ગેંગરેપ પીડિતાની માતાએ મીડિયા સામે આવીને પીડા અને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘‘ગઇ કાલે કેટલાક અધિકારીઓ મને વળતરનો ચેક આપવા આવ્યા હતા. હું આજે તે પરત આપી રહીં છું કેમકે અમને પૈસા નહીં ન્યાય જોઇએ છે. હવે તો પાંચ દિવસ થઇ ગયા છે. પરંતુ અત્યાર સુધીમાં કોઇપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.’’



મને 2 કરોડ પણ નથી જોયતા
પીડિતાની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘‘મને ન્યાય જોઇએ છે ચેકનું અમે શું કરીશું, તેમની ધરપકડ કરો અને મને ન્યાય આપો. આજે પાંચમો દિવસ છે. મને ન્યાય જોઇએ છે. મને 2 લાખ નહીં 2 કરોડ રૂપિયા પણ નથી જોયતા. મને તો ન્યાય જ જોઇએ છે. આ ચેક જેમણે પણ આપ્યો છે તેમને હું હાથ જોડીને પરત કરવા માંગુ છું. મારી પ્રશાસનને વિનંતી છે.’’


નારનૌલના સીજેએમ વિવેક યાદવે આપ્યો હતો ચેક
ઉલ્લેખનીય છે કે શનિવારે નારનૌલના સીજેએમ વિવેક યાદવ પીડિતાની મુલાકાતે રેવાડીની નાગરિક હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે પીડિતાના પરિવારજનોને મળીને તેમને હરિયાણા રાજ્ય કાનૂની સેવા અધિકૃતતા તરફથી ખાસ મદદ તરીકે આપવામાં આવતી રકમ અંર્તગત 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સીજેએમ વિવેક યાદવે કહ્યું હતું કે અધિકૃતત તરફથી કાનૂની સેવાના રૂપે આપવામાં આવતી ફ્રિ લીગલ સર્વિસના અંર્તગત પીડિતાને તે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યાં સુધી પીડિતાનું 164નું નિવેદન ફરિવાર કરાવવાનો સવાલ છે તો રચિત એસઆઈટીની પણ સલાહ આપવામાં આવશે.



છોકરીના પિતાએ ઘટનામાં 8થી 10 લોકો સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી છે
છોકરીના પિતાનું કહેવું છે કે આ ઘટનામાં 8 થી 10 લોકોએ તેમની દીકરી સાથે બળાત્કાર કર્યો હોય પરંતુ તે આ આરોપીઓમાંથી 3 લોકોને જ ઓળખી શકી છે. તમને જણાવી દઇએ કે છોકીર તેના સ્કૂલની ટોપર રહી છે. પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે બુધવારે કનીનામાં બસ સ્ટોપ પરથી છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરી ઉજ્જડ જગ્યા પર તેને લઇ જવામાં આવી અને કેફી પદાર્થ પીવડાવ્યા પછી તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. હરિયાણાના પોલીસ ડિરેક્ટર જનરલ બી.એસ.સંધૂએ શનિવારે જણાવ્યું હતું કે યુવતી સાથે બળાત્કાર કરનારા ત્રણ આરોપીઓમાંથી એક રાજસ્થાનમાં આર્મી જવાન છે અને તેની ધરપકડ કરવા માટે પોલીસને મોકલવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ‘‘ત્રણેય આરોપીઓમાંથી એક આર્મી જવાન છે અને પોલીસની ટીમ તીની ધરપકડ કરવા રાજસ્થાન ગઇ છે. મને વિશ્વાસ છે કે તેની આજે ધરપકડ કરવામાં આવશે.’’