નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના પુણેના પિંપરી ચિંચવાડમાં ખેતરમાં પરિવાર સુઇ રહ્યું હતું. તે સમયે દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપાડો બાળકને ઉઠાવી જવાની ફીરાકમાં હતો. પરંતુ માતાએ દીપડાને સામનો કર્યો અને પોતાનો જીવ દાવ પર લગાવી બાળકનો જીવ બચાવ્યો. માતાની મમતાની સાથે તેના સાહસની ખુબજ ચર્ચા થઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ત્રીજા તબક્કામાં મતદાન: ભાજપના 84 ટકા, તો કોંગ્રેસના 82 ટકા ઉમેદવાર છે કરોડપતિ


પુણે જિલ્લાના જુન્નાર તાલુકાનો છે મામલો
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં અવિશ્વસનીય સાહસનો પરિચર આપતા શેરડી કામદાર અને તેના પતિએ અબોધ શિશુને દીપાડાની પકડથી બચાવ્યો છે. આ ઘટના પુણે જિલ્લાના તાલુકામાં ઢોલવાડ ગામમાં ગુરૂવાર રાત્રે બની છે, જ્યારે શેરડીના ખેતરની નજીક દંપત્તિ અને તેમના 18 મહિનાનું બાળક સુઇ રહ્યું હતું. બાળકની માતા દીપાલીએએ જણાવ્યું, રાત્રે જ્યારે અમે સુઇ રહ્યા હતા ત્યારે દીપડો મારા પુત્ર જ્ઞાનેશ્વરને માથાના ભાગેથી પકડીને ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. હલચલના કારણે મારી અને મારા પતિની આંખ ખુલી ગઇ અને અમારા પુત્રને બચાવવાનો પ્રયત્ન કર્યો.


વધુમાં વાંચો: CM કમલનાથના ભત્રીજાની કંપની પર દરોડા, 1350 કરોડથી વધારે ટેક્સ ચોરી પકડાઇ


હોસ્પિટલમાં થઇ રહી છે બાળકની સારવાર
દીપાલીએ તેમના પુત્રને પગથી પકડી લીધો અને તેના પતિએ બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. સાથે જ તેણે દીપડા પર પ્રહાર પણ કર્યો હતો. ત્યારબાદ મદદ માટે લોકો ત્યાં આવી પહોંચતા ત્યાંથી દીપડો ભાગી છુટયો હતો. દીપડાના હુમલામાં જ્ઞાનેશ્વરના ચહેરા તેમજ એક આખમાં ઇજા પહોંચી છે. તેમણે જણાવ્યું કે, બાળકને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...