નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા માર્ગ દુર્ઘટનાઓને અટકાવવા માટે સોમવારે લોકસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ રજુ કરવામાં આવ્યું. બિલમાં ટ્રાફીકનાં નિયમોનું ઉલ્લંઘન કરવા માટેની કડક સજા બનાવવાની સાથે સાથે માર્ગનાં નિર્માણ અને તેની જાળવણીમાં ઢિલાશનાં કારણે થનારી દુર્ઘટનાઓ માટે પણ પહેલી વાર કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ દંડનું પ્રવાધાન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલરાજ મિશ્ર હિમાચલ પ્રદેશ અને આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત
માર્ગ દુર્ઘટનામાં મોતની સંખ્યામાં સતત થઇ રહ્યો છે વધારો
રિપોર્ટ અનુસાર 2015માં માર્ગ દુર્ઘટનાઓમાં 146913 લોકોનાં મોત થયા હતા. 2016માં 150785 લોકોનાં મોત થયા, જ્યારે 2017માં 147926 લોકોનાં મોત માર્ગ દુર્ઘટનામાં થયા હતા. આ દુર્ગટનાઓ પર કાબુ મેળવવા માટે મોદી સરકાર વધારે કડક પ્રાવધાન કરવા જઇ રહી છે. જેના માટે લોકસભામાં આજે માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ મોટરયાન સંશોધન બિલન રજુ કર્યું હતું. 
આ મદરેસાનું નામ છે ચાચા નહેરુ, એક જ રૂમમાં બાળકો પૂજા અને અદા કરે છે નમાજ
હેલ્મેટ વગર ડ્રાઇવિંગનો 1000 રૂપિયા દંડ
આ બિલ અનુસાર દારૂ પીને ગાડી ચલાવવાની રકમ 2000 રૂપિયાથી વધારીને 10 હજાર રૂપિયા કરવાનું પ્રાવધાન છે. હેલ્મેટ વગર ગાડી ચલાવનારને 1000 રૂપિયા દંડ તરીકે અને ત્રણ મહિના માટે લાઇસન્સ જપ્ત કરવાનું પ્રાવધાન છે. હાલ આ દંડ માત્ર 100 રૂપિયા છે.
પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ, સિદ્ધુએ મંત્રી પદેથી રાજીનામું આપતા CM અમરિન્દરે આપ્યું આ નિવેદન
શાહે કહ્યું- ‘ઓવૈસી સાહેબ સાંભળવાની આદત પાડો,’ જવાબ મળ્યો- ‘મને ડર લાગે છે...’
બિલના અન્ય મુખ્ય પ્રાવધાન...
1.લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરનારનો 500 રૂપિયાનો દંડ વધારીને 5000 રૂપિયા કરી દેવામાં આવશે.
2. ઝડપી ગાડી ચલાવનારને 500 રૂપિયાનો દંડ હતો તે વધારીને 5000 રૂપિયા કરવામાં આવશે. 
3. સીટ બેલ્ટ નહી પહેરનાર વ્યક્તિને ફટકારાતો 100 રૂપિયાનો દંડ વધારીને 1000 કરવામાં આવશે. 
4. મોબાઇલ ફોન પર વાત કરત ગાડી ચલાવનારાઓને દંડ તરીકે 1000 નહી પણ 5000 ભરવા પડશે.
5. કોઇ ઇમરજન્સી વાહનને રસ્તો નહી આપવાની સ્થિતીમાં પહેલીવાર 10 હજાર રૂપિયાનાં દંડનું પ્રાવધાન છે. 
6. કિશોર ગાડી ચલાવે તેના માટે પહેલી વાર કડક સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. 
7. જો કોઇ કિશોર ગાડી ચલાવતા પકડાય છે તો તેના વાલીને અથવા ગાડીના માલિકને દોષીત ઠેરવવામાં આવશે. ગાડીનુ રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે. 
8. ઓવરલોડિંગ માટે 20 હજાર લઘુત્તમ દંડની સાથે 1 હજાર પ્રતિ ટન વધારાનાં પૈસાનું પ્રાવધાન છે. 
9. આ બિલમાં માર્ગ દુર્ઘટનામાં મરનારા લોકોને મળતા વળતરની રકમ પણ વધારીને 5 લાખ કરી દેવાઇ છે.
10. રફ ડ્રાઇવિંગનો દંડ પણ 1 હજારથી વધારીને 5 હજાર કરવાનો પ્રસ્તાવ છે.
સોલન દુર્ઘટના: સેનાના 13 જવાનો સહિત 14 લોકોના મોત, મુખ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ
લાઇસન્સ માટે આધાર ફરજીયાત...
આ ઉપરાંત લાઇસન્સ અને તેને રદ્દ કરવા માટે કેટલાક નવા પ્રાવધાન જોડાયા છે. આ બિલમાં લાઇસન્સ લેવા અથવા ગાડીના રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ ફરજીયાત કરવાનો પ્રસ્તાવ છે. એક અન્ય મહત્વપુર્ણ પરિવર્તન છે કે હવે લાઇસન્સની વેલિડિટિ પુર્ણ થયાનાં 1 વર્ષ સુધી ફરી રિન્યુ કરાવી શકાશે. પહેલા આ સમય માત્ર 1 મહિનો જ હતો. 


બાલાકોટ હુમલાના 4 મહિના થવા છતાં પણ થર થર કાંપી રહ્યું છે પાકિસ્તાન, બચાવમાં કર્યું આ કામ 
ગાડીમાં ખામીની સ્થિતીમાં સરકાર કંપનીને ફટકારશે 500 કરોડનો દંડ...
માર્ગની ખોટી ડિઝાઇન તેના નિર્માણ અને ખરાબ બાંધકાની સ્થિતીમાં દુર્ઘટના સર્જાય અને કોઇનું મોત નિપજે તો કોન્ટ્રાક્ટર અને કંસલ્ટન્ટની જવાબદારી બુક થશે. આવી દુર્ઘટનાનો ઉકેલ 6 મહિનામાં ફરજીયાત લાવવો પડશે. જો ગાડીના કોઇ પાર્ટની ક્વોલિટી ખરાબ હોય તેવી સ્થિતીમાં દુર્ઘટના સર્જાય તો કંપની પર 500 કરોડનો દંડ ફટકારી શકાશે. ગાડીઓને પરત લેવાનો નિર્ણય પણ સરકાર પાસે રહેશે.