નવી દિલ્હીઃ મોઢાની નિયમિત સફાઈને નજરઅંદાજ કરતાં તમને હૃદયરોગ એટલે કે દિલની બિમારી થઈ શકે છે. હા, તમને વાંચવામાં થોડું અજુગતું ભલે લાગે, પરંતુ મોઢાની કેવિટીમાં પેદા થનારા બેક્ટેરિયા તમારા લોહીમાં પ્રવેશ કરી શકે છે અને હૃદયના વાલ્વ કે ધમનીઓમાં ચેપનું કારણ બની શકે છે, જેને 'ઈન્ફેક્ટિવ એ્ડોકાર્ડાઈટિસ' (IE) કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૃદયની માંસપેશીઓના અંદરના પડ અને હૃદયના વાલ્વમાં થતા સોજાને એન્ડોકાર્ડાઈટિસ કહેવામાં આવે છે. આ જ પ્રકારે બેક્ટેરિયાથી થતું ઈન્ફેક્શન કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. તેમાં પણ હૃદયરોગની સમસ્યાથી પીડાતા લોકોમાં તેનું જોખમ વધુ રહે છે. 


વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ ભારતમાં દર 40 સેકન્ડે થાય છે એક 'આપઘાત' !!!


જોખમ વધારનારા 5 કારણ
1. કૃત્રિમ કે પ્રોસ્થેટિક હાર્ટ વાલ્વ હોવો
2. કોઈ કૃત્રિમ મટિરિયલથી હૃદયના વાલ્વનો ઈલાજ કરવો
3. હાર્ટ વાલ્વમાં કોઈ ખરાબી આવવી 
4. ભૂતકાળમાં ક્યારેક ઈન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઈટિસ થયું હોય 
5. હૃદયમાં જન્મજાત ખામી 


વિશ્વભરમાં 2.2 અબજ લોકો હેલ્થની આ સમસ્યાથી પીડીત છે... જાણો કઇ છે આ બીમારી


શું છે કારણ?
આપણા મોઢાની કેવિટીમાં લાખોની સંખ્યામાં બેક્ટેરિયા હોય છે. જે લોકો પોતાના મોઢાની સફાઈ બાબતે જાગૃત હોય છે, તેમના મોઢામાં આ સંખ્યા ઓછી હોય છે, પરંતુ મોઢાની સફાઈ બાબતે આળસુ લોકોમાં આ બેક્ટેરિયા લોહીની ધમનીઓ દ્વારા હૃદય સુધી પહોંચવાનો રસ્તો શોધી કાઢે છે. 


એક વખત બેક્ટેરિયા લોહીમાં પ્રવેશી જાય, તે સ્થિતિને બેક્ટેરેમિયા (લોહીમાં બેક્ટેરિયાની હાજરી) કહે છે. અહીં બેક્ટેરિયાને વિકાસ માટે ભરપૂર પોષણ મળે છે. આ પોષણની શોધ તેને હૃદય સુધી લઈ જાય છે. 


આરોગ્ય સંબંધિત વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....


સમસ્યા શું છે?
જો બેક્ટેરિયા એક વખત હૃદય સુધી પહોંચી જાય તો તે હૃદયના ચારેય વાલ્વને પણ ખરાબ કરી શકે છે. વાલ્વ આપણાં હૃદયના દ્વારપાલ હોય છે. તેઓ એ બાબતનું ધ્યાન રાખે છે કે, હૃદયમાંથી લોહી તમામ દિશાઓમાં સંચારિત થઈને શરીરના ખૂણે-ખૂણે સુધી પહોંચે. 


30 થી 50 વર્ષની ઉંમરના લોકોમાં કિડનીની બિમારીઓ વધી


બચવા માટે શું કરવું?
નિયમિત રીતે તમારા દાંતોની સફાઈ કરો, ફ્લોસિંગ કરો અને મોઢાને સ્વચ્છ રાખવાનું પુરેપુરું ધ્યાન રાખો. દર 6 મહિને ડેન્ટિસ્ટ પાસે તપાસ કરાવવી ફાયદાકારક નિવડી શકે છે. તેનાથી તમારા દાંતની યોગ્ય સારસંભાળ થાય છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....