ભોપાલ: મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતે થનારી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની સામે ગઠબંધન બનાવવા માટે આઠ રાજકીય પક્ષોએ રવિવારે ભોપાલમાં બેઠક કરી હતી. આ બેઠકમાં લોકતાંત્રિક જનતા દળ, સીપીઆઇ, સીપીએમ, બહુજન સંઘર્ષ દળ, ગોંડવાના ગણતંત્ર પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય સમાનતા દળ તેમજ પ્રજાતાંત્રિક સમાધાન પાર્ટી શામેલ થઇ છે. આઠ પાર્ટીઓએ બીજેપીની સત્તા હટાવવાનો સંકલ્પ લીધો હતો, પરંતું કોંગ્રેસને પણ આ ગઠબંધનમાં શામેલ કરી મહાગઠબંધન બનાવવાના મુદ્દા પર સીપીઆઇ તેમજ સીપીએમે વિરોધ કર્યો હતો. આ કારણે આ દળોનું ગઠબંધન થઇ શક્યું ન હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકતાંત્રિક જનતા દળના સલાહકાર ગોવિંદ યાદવે જણાવ્યું હતું કે, ‘‘બંધારણીય લોકતંત્ર બચાવવા તેમજ વૈકલ્પિક રાજકારણ માટે મધ્યપ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી માટે બિન-ભાજપ રાજકારણ દળોના ગઠબંધન નિર્માણ માટે આઠ અલગ અલગ રાજકીય દળોની બેઠક ભોપાલમાં મળી હતી.’’


યાદવે જણાવ્યું હતું કે સીપીઆઇ તેમજ સીપીએમની સંપૂર્ણ વિપક્ષી એકતા માટે બિન-ભાજપ ગઠબંધન નિર્માણ પર સૈદ્ધાંતિક સહમતિ વ્યક્ત કરી પરંતુ કોંગ્રેસની સાથે ચૂંટણી પૂર્વે સંપૂર્ણ ગઠબંધન ન કરવાનો નિર્ણય કર્યો હતો. મુખ્ય અન્ય દળને સંપૂર્ણ વિપક્ષી એકતા માટે કોંગ્રેસની સાથે ચૂંટણી પૂર્વે પૂર્ણ ગઠબંધનને સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ આઠ દળોની હવે પછીની બેઠક 7 ઓક્ટોબરે પુન: આયોજન કરવામાં આવ્યું છે. યાદવ વર્તમાનમાં લોક ક્રાંતી અભિયાનના સંયોજક છે. તેઓ મધ્યપ્રદેશ જેડીયૂના અધ્યક્ષ પર રહી ચુક્યા છે.


તેમણે કહ્યું હતું કે બસપા દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોની 20 સપ્ટેમ્બરે જાહેરાત કર્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. જોકે વિપક્ષી દળોના મત વેચાઇ ન જાય અને ભાજપને સતત ચોથી વખત સત્તામાં આવતા રોકી શકાય છે. યાદવે જણાવ્યું હતું કે બસપાએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી એકલા લડવાની જાહેરાત ગુરૂવારે કરી હતી અને તેઓ 230 સીટો પર તેમના ઉમેદવારો ઉતરાશે. તેથી, અમે બિન-બીજેપી મતોની અછતને રોકવા માટે ગઠબંધન કરીશું, જેથી બીજેપીને હરાવી શકાય. તેમણે કહ્યું હતું કે ટુંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી મહાગઠબંધન માટે પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ અત્યાર સુધી સફળ થઇ શકી નથી, એટલા માટે અમે આ મહાગઠબંધનનો પ્રયાસ કરી રહ્યાં છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો...