મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસનો `હાથ` છોડી પૂર્વ કોંગ્રેસ સાંસદે `કમળ`નું ફૂલ પકડ્યું
પ્રેમચંદ ગુડ્ડુ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે
ઈન્દોરઃ ઉમેદવારો અંગે મધ્યપ્રદેશ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય વચ્ચે રાહુલ ગાંધીની હાજરીમાં ચર્ચાના સમાચાર વચ્ચે હવે કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડુ શુક્રવારે ભાજપમાં જોડાઈ ગયા છે.
કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં પ્રેમચંદ ગુડ્ડુ ભાજપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગુડ્ડુ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે અને બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે.
વિધાનસભા ચૂંટણી 2018 : મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મિઝારમમાં ભાજપના ઉમેદવાર જાહેર
ગુડ્ડુનો પુત્ર પણ ભાજપમાં જોડાયો
મધ્યપ્રદેશ કોંગ્રેસે પ્રેમચંદ ગુડ્ડુના આ પક્ષપલટા અંગે ટ્વીટ કરીને નિશાન તાક્યું હતું. મધ્યપ્રદેશ કોંગ્રેસે લખ્યું કે, આજે કેટલાક લોકો ભાજપમાં જોડાયા છે, જેમના નસિબમાં વિરોધ પક્ષમાં જ રહેવાનું લખ્યું હોય, તેમના દ્વારા કોંગ્રેસ છોડીને જવું તેમના ભવિષ્યમાં પણ વિરોધ પક્ષની રાજનીતિ કરવાની નિયતિનું જ પરિણામ છે.
વિધાનસભા ચૂંટણી 2018: ચૂંટણી પહેલાં વસુંધરા-દુષ્યંતની મુશ્કેલીઓ વધી, સુપ્રીમે ફટકારી નોટિસ
પ્રેમચંદ ગુડ્ડુના ભાજપમાં સામેલ થયાના થોડા સમય બાદ તેના પુત્ર અજીત બોરાસીએ પણ ઈન્દોરમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.
રાજા-મહારાજા ટિકિટો માટે લડી રહ્યા છે - પ્રેમચંદ
ભાજપમાં જાડાયેલા ગુડ્ડુએ જણાવ્યું કે, કોંગ્રેસમાં તેઓ લાંબા સમયથી સંકુચિતતાનો અનુભવ કરી રહ્યા હતા. કોંગ્રેસની નીતિઓ અને રીતિઓ પણ બદલાઈ ગઈ છે.
મધ્યપ્રદેશમાં અસંતોષ આસમાને: રાહુલની સામે જ જ્યોતિરાદિત્ય-દિગ્ગી બાખડ્યા
તેમણે દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે થયેલી ચર્ચા પર નિશાન તાકતા જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં રાજા અને મહારાજા વચ્ચે ટિકિટો અંગે લડાઈ ચાલી રહી છે. હવે કોંગ્રેસમાં અમારા જેવા ગરીબોની સુનાવણી થતી નથી.
આ પ્રસંગે ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું કે, ગુડ્ડુ દ્વારા ભાજપમાં સામેલ થવાથી અમારી તાકાતમાં વધારો થશે. હવે અમે તેમના 30 વર્ષના રાજકીય અનુભવનો મધ્યપ્રદેશમાં પક્ષને મજબૂત કરવામાં ફાયદો ઉઠાવીશું.