ભોપાલ: એક્ઝીટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં સત્તા બદલાવવા જઇ રહી છે. જોકે, કેટલાક સર્વેમાં આ પણ દેખાડવામાં આવ્યું છે કે શિવરાજ સિંહ ચૌહાણ ચૌથી વાર સરકાર બનાવવામાં સફળ રહેશે. આ દુવિધા વચ્ચે મધ્ય પ્રદેશ ભાજપના નેતાઓની ભોપાલ સ્થિત પાર્ટી મુખ્ય ઓફિસમાં બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ, પ્રદેશના નિવર્તમાન ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહ, સંસદ મનોહર અટવાર હાજર રહ્યાં છે. આ ઉપરાંત પાર્ટીના કેટલાક પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા છે.


મળતી જાણકારી અનુસાર, આ બેઠકમાં આવતી ચૂંટણીના પરિણામ પર ચર્ચા કરવામાં આવી હતી. શિવરાજ સિંહે તેમના નેતાઓને કહ્યું કે કોંગ્રેસ મૂંઝવણમાં છે. આપણે જે લક્ષ્ય નક્કી કર્યું છે તેના ખુબ નજીક છીએ. સુત્રોના અહેવાલ મુજબ કહેવામાં આવ્યું છે કે શિવરાજ સિંહ અને રાકેશ સિંહ પાર્ટીના કાર્યકર્તાઓથી ઓડિયો બ્રિજ દ્વારા ચર્ચા કરશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...