ભોપાલઃ ભારતીય જનતા પાર્ટીના નેતા ઇમરતી દેવી પર પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા કમલનાથની ટિપ્પણી બાદ વિવાદ વધી રહ્યો છે. ભાજપ તેમના નિવેદનનો પૂરજોરમાં વિરોધ કરી રહ્યું છે. મૌન ઉપવાસ બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કમલનાથને પાર્ટીના બધા પદો પરથી હટાવવાની માગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે પત્રમાં લખ્યુ, 'તમારી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રીએ આ (અભદ્ર) ટિપ્પણી કરી છે. શું કે યોગ્ય છે? શું ગરીબ મહિલાનું કોઈ સન્માન હોતું નથી? જો તમને લાગે છે કે ટિપ્પણી ખોટી હતી તો શું તમે કાર્યવાહી કરશો? હું તમને આગ્રહ કરુ છું કે તમને નિર્ણય લો.'


તેમણે કહ્યું, 'મેં એક સ્પષ્ટીકરણની આશા કરી હતી, પરંતુ નિવેદનને બેશર્મીની સાથે યોગ્ય ઠેરવવામાં આવી રહ્યું છે. તમે મને ગાળ આપી શકો છો, મને કોઈ નામ આપી શકો છો, પરંતુ એક મહિલાને લઈને આ પ્રકારની ટિપ્પણી દરેક પુત્રી અને માતા વિરુદ્ધ છે. નવરાત્રિમાં મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે (કમલનાથ)એ બેશર્મી સાથે બધી સરહદોને પાર કરી છે.'


વિવાદિત નિવેદન પર કમલનાથની વિચિત્ર સ્પષ્ટતા, 'હું પણ આઈટમ, તમે પણ આઈટમ'


તેમણે પાર્ટી અધ્યક્ષને આગ્રહ કર્યો કે, કમલનાથને તત્કાલ પાર્ટી પદો પરથી હટાવવામાં આવે અને તેમના નિવેદનની ટીકા કરવામાં આવે. સાથે તેમણે સોનિયા ગાંધીને કહ્યુ કે, જો તમે આ અભદ્ર ટિપ્પણી પર પ્રતિક્રિયા કરવામાં નિષ્ફળ રહો તો મારે તે વિશ્વાસ કરવા માટે મજબૂર થવું પડશે કે તમે તેનું સમર્થન કર્યું છે. 


કમલનાથે આપી સ્પષ્ટતા
કમલનાથે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યુ કે, મેં કોઈનું અપમાન કરવાના ઈરાદાથી આમ કહ્યું નથી. તેમણે કહ્યું કે, હું તેમનું નામ ભૂલી ગયો હતો. પછી એક વ્યક્તિએ હાથમાં કાગળ તરફ ઇશારો કરતા કહ્યું કે, આ આપણું લિસ્ટ છે, જેમાં આઇટમ નંબર 1, આઇટમ નંબર 2 લખ્યું છે. આ શું કોઈનું અપમાન છે? શિવરાજ તક શોધી રહ્યાં છે, કમલનાથ ક્યારેય કોઈનું અપમાન નથી કરતા. 
 


બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube