ભોપાલ: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હાલ ચાલુ છે. ચૂંટણી પંચે એક મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસની 'ચોકીદાર ચોર હૈ' જાહેરાત અને વીડિયો પર પ્રતિબંધ મૂક્યો છે. જેનાથી કોંગ્રેસના ચૂંટણી પ્રચાર અભિયાનને મોટો આંચકો લાગ્યો છે. BJPએ ચૂંટણી પંચને આ જાહેરાત અંગે ફરિયાદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુલંદશહેર: ભોલા સિંહ પર પોલીંગ બૂથની અંદર ચૂંટણી પ્રચાર કરવાનો આરોપ, DMએ કર્યાં નજરકેદ


મુખ્ય ચૂંટણી પદાધિકારી કાર્યાલયે ભોપાલથી તમામ જિલ્લાના કલેક્ટરોને નિર્દેશ જારી કર્યા છે. જેમાં કહેવાયું છે કે કોંગ્રેસની જાહેરાત ચોકીદાર ચોર હૈને રાજ્ય સ્તરની Media Certification & Monitoring Committee એ 17 એપ્રિલના રોજ પ્રતિબંધિત કરી છે. તેના પ્રસારણ પર રોક લગાવવામાં આવે. 


'મોદી' પર પ્રહાર ભારે પડ્યો રાહુલ ગાંધીને, આ નેતાએ માંડ્યો બદનક્ષીનો દાવો, 2 વર્ષની સજાની માગણી


અત્રે જણાવવાનું કે આજે લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના મતદાનનો દિવસ છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું છે.  દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે. આ કારણે, હવે 12 રાજ્યની 95 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે. 


જુઓ LIVE TV

દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...