નવી દિલ્હીઃ નાગૌર લોકસભા સીટથી સાંસદ હનુમાન બેનીવાલ (Hanuman Beniwal) એકવાર ફરી કોરોના સંક્રમિત થયા છે. સંસદ સત્ર પહેલા સાંસદોની કોવિડ-19 ટેસ્ટમાં તેઓ 'પોઝિટિવ' આવ્યા છે. ત્યારબાદ જયપુરમાં કરાવેલ તપાસમાં નેગેટિવ આવ્યા છે. મહત્વનું છે કે નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલને પહેલા પણ કોરોના થઈ ચુક્યો છે. સારવાર બાદ તેઓ સાજા થઈ ગયા હતા. 


પોઝિટિવ આવ્યા બાદ સાસંદ બેનીવાલે જયપુર SMS મેડિકલ કોલેજમાં ફરી ટેસ્ટ કરાવ્યો. તપાસનો નવો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હકીકતમાં સંસદ સત્ર શરૂ થતાં પહેલા 11 સપ્ટેમ્બરે સાંસદ હનુમાન બેનીવાલે તપાસ માટે સેમ્પલ આપ્યા હતા. આ સેમ્પલ સંસદમાં કોરોના તપાસ માટે આપ્યા હતા. તેનો રિપોર્ટ પોઝિટિવ હોવાની સાંસદને લોકસભા સચિવાલયમાંથી સૂચના મળી હતી. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube