ભોપાલ : 28 નવેમ્બરે યોજાવા જઇ રહેલ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આરએસએસના ફીડબેકના કારણે સત્તામાં રહેલી ભાજપ જુથમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સુત્રો અનુસાર આરએસએસએ ભાજપને સલાહ આપતા કહ્યું કે, હાલનાં ધારાસભ્યોમાંથી 78ને આ વખતે ટિકિટ ન આપવામાં આવવી જોઇએ. માત્ર એટલું જ નહી, સંઘે આ સલાહ પણ આપી છે કે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પોતાની સીટ બુધનીથી આ વખતે ચૂંટણી ન લડવી જોઇએ. તેના બદલે સંઘે તેમને ભોપાલની ગોવિંદપુરા સીટથી પોતાનું ભાગ્ય અજમાવવા માટેની સલાહ આપી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રો અનુસાર બુધની સીટથી મુખ્યમંત્રી શિવરાજની વિરુદ્ધ કોંગ્રેસ કોઇ દિગ્ગજ ચેહરાને ઉતારવાની યોજના બનાવી રહ્યા છે. જો કે વરિષ્ઠ ભાજપ નેતાઓએ આ વિચારને ફગાવી દેતા કહ્યું કે, તે શિવરાજ ચૌહાણની પરંપરાગત સીટ છે અને મતદાતાઓ તેમની જગ્યાએ અન્ય ઉમેદવારોને અહીં સ્વિકાર નહી કરે. 

ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં આ રિપોર્ટ અનુસાર ગોવિંદપુરા સીટ ભાજપનો ગઢ રહ્યું છે. આ સીટથી પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા બાબૂલાલ ગૌર (88) 1980થી સતત ચૂંટણી જીતી રહ્યા છે. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ સુત્રોનાં હવાલાથી લખ્યું છે કે આ ધારાસભ્યોના પ્રદર્શનનાં ફીડબેકના આધારે સંઘે આ સીટો પરથી ઉમેદવારો બદલવા માટેની સલાહ આપી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની રાજ્ય ચૂંટણી મેનેજમેન્ટ કમિટીમાં આ મુદ્દા પર વિમર્શ પણ થયું. તેમાં ભાજપને ટોપનું નેતૃત્વ આ વાત પર સંમતી પણ વ્યક્ત કરી માત્ર જીતી શકે તેવા ઉમેદવારોને જ ટીકિટ આપવામાં આવવી જોઇએ. તેમાં તેમ પણ કહેવામાં આવ્યું કે, કોઇ પણ ઉમેદવારને ત્યા સુધી કહેવામાં આવ્યું કે, તેને ત્યાં સુધી દાગદાર ઉમેદવાર ન ઠેરવવામાં આવવો જોઇએ જ્યાં સુધી કોર્ટ તેને દોષીત જાહેર ન કરે. 

સુત્રો અનુસાર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ, રાજ્ય પ્રભારી વિનય સહસ્તબુદ્ધે અને સંગઠનનાં જનરલ સેક્રેટરી સુહાસ ભગતે ટીકિટ વિતરણના મુદ્દે વિસ્તારથી વિચાર- વિમર્શ કરી છે. આ અંગે બેઠક બાદ રાકેશ સિંહે પત્રકારોને કહ્યું કે, માત્ર જીતવાની સંભાવનાના આધારે પાર્ટીની તરફથી ઉમેદવારને ટીકિટ આપવામાં આવશે. કોઇ પણ સંભવિત ઉમેદવાર ત્યા સુધીદાગી નથી જ્યા સુધી કોર્ટ દ્વારા કોઇ મુદ્દે દોષીત જાહેર ન કરવામાં આવે.