ભોપાલઃ લોકસભા ચૂંટણી 2019માં ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી પછી પણ ચૂંટણી પ્રચારમાં નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવાનું બંધ થતું નથી. હવે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ વિવાદિત નિવેદન કરીને ફસાયા છે. શિવરાજ સિંહના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી ન મળતાં તેમણે જાહેર મંચ પરથી ખુલ્લેઆમ છિંદવાડાના કલેક્ટરને મુખ્યમંત્રી કમલનાથનો ચેલો જણાવતા કહ્યું કે, "એ પીઠ્ઠુ કલેક્ટર, સાંભળી લે રે... અમારા પણ દિવસ આવશે. ત્યારે તારું શું થશે? નક્કી કરી લે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન હવે 29 એપ્રિલના રોજ યોજાવાનું છે. તેના પહેલાં શિવરાજ સિંહે આવું નિવેદન આપ્યું હતું. વાત એમ હતી કે, શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના એક ઉમેદવારના સમર્થનમાં રેલી કરવા માટે છિંદવાડા, ઉમરેઠ જવા માગતા હતા. જોકે, તેમના હેલિકોપ્ટરને અહીં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આથી તેમણે ચૌરઈમાં ભાષણ દરમિયાન સીએમ કમલનાથ પર નિશાન સાધતા કહ્યું કે, કમલનાથ હેલિકોપ્ટર દ્વારા નહીં જવા દે તો કારમાં બેસીને જઈશું, જો કાર નહીં જવા દે તો પગપાળા જઈશું, પરંતુ છિંદવાડા જરૂર પહોંચીશું. 


લોકસભા ચૂંટણી 2019: જાણો પીએમ મોદીનો વારાણસીમાં નામાંકન ભરવાનો સંપૂર્ણ કાર્યક્રમ 


શિવરાજ સિંહે કલેક્ટરને ધમકી આપતા મંચ પરથી જણાવ્યું કે, "સત્તાના મદમાં ચૂર ન થઈ જાઓ. એ કલેક્ટર, સાંભળી લે... અમારા પણ દિવસો ટૂંક સમયમાં જ આવશે, ત્યારે તારું શું થશે?" કલેક્ટરે સાંજે 5 કલાક પછી હેલિકોપ્ટર ઉતારવા માટે મંજૂરી આપી ન હતી.


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...