નવી દિલ્હી: કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)એ મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. આરએલએસપીના નેતા ઉપેન્દ્ર કુશવાહા મોદી સરકારમાં મંત્રી છે. જો કે બિહારમાં ભાજપ અને આરએલએસપીમાં ગઠબંધન છે. પરંતુ 28 નવેમ્બરે મધ્ય પ્રદેશમાં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટમીને ધ્યાનમાં રાખીને RLSPએ પોતાના 56 ઉમેદવારોની પહેલી સૂચિ શનિવારે જાહેર કરી છે. આ સાથે જ હવે સ્પષ્ટ છે કે ભલે કેન્દ્રમાં આ  બંને પક્ષો સાથે હોય પરંતુ મધ્ય પ્રદેશમાં RLSP સત્તારૂઢ ભાજપને પડકાર ફેંકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરીને યુપી અને મધ્ય પ્રદેશના સીમાવર્તી વિસ્તારોમાં કુર્મી, કુશવાહા પ્રભાવવાળી બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ ભાજપ તરફથી કોઈ આશ્વાસન ન મળતા તેમણે મધ્ય પ્રદેશમાં અલગ રસ્તે જવાનો નિર્ણય લીધો છે. 


ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ઉપેન્દ્ર કુશવાહાના આ પગલાને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમા લઈને ભાજપ પર દબાણના રાજનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. કારણ કે ગત વખતે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLSPએ બિહારમાં 3 લોકસભા બેઠકો પર જીત મેળવી હતી. 


નીતિશકુમાર એકવાર ફરીથી એનડીએના ખેમામાં આવી જતા રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે જે મુજબ ભાજપ આ વખતે ફક્ત કરાકટ અને સીતામઢી લોકસભા બેઠકો જ બિહારમાં RLSPને આપવાના મૂડમાં જોવા મળી રહી છે. આ બેઠકો પર જ ગત વખતે RLSPએ જીત મેળવી હતી. આ જ કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે બિહારમાં સીટ શેરિંગને લઈને RLSPએ મધ્ય પ્રદેશમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. 


જો કે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા RLSP રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભગવાન સિંહ કુશવાહાએ દબાણની રણનીતિવાળી વાતને ફગાવતા કહ્યું કે દરેક પાર્ટીને અધિકાર છે કે તે પોતાના વિસ્તાર અંગે વિચારે. નીતિશકુનમારની જેડીયુ પણ આમ જ કરે છે. આ સાથે એમ પણ કહ્યું કે અમે બિહારમાં એનડીએ સાથે છીએ, તેની બહાર નહીં. 


MPમાં વિવાદ: દારૂની બોટલો પર સ્ટિકર્સ, 'બટન દબાવવાનું છે અને મત આપવાનો છે'


બિહારનું ગણિત
આ બધા વચ્ચે RLSP અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા અને ભાજપ મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી સહિત અનેક રાજકીય મુદ્દાઓ પર ગત દિવસોમાં વિચાર વિમર્શ કર્યો. ભૂપેન્દ્ર યાદવ બિહારના ભાજપના પ્રભારી છે અને આ સંલગ્ન જ પાર્ટીના સહયોગીઓ સાથે સીટોની વહેંચણી માટે એક એવો ફોર્મ્યુલા કાઢવા માટે બેઠક કરી છે જે બધાને સ્વીકાર્ય હોય. 


એ વાતની પણ અટકળો થઈ રહી છે કે બિહારના મુખ્યમંત્રી તથા જનતા દળ (યુનાઈટેડ)ના પ્રમુખ નીતિશકુમારની સાથે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો છતાં શું કુશવાહા ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનનો ભાગ બની રહેશે? નીતિશકુમાર 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે નહતાં પરંતુ 2017માં તેમણે ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતાં. 


કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ જોકે કહ્યું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તામાં વાપસી માટે કામ કરશે. વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ, રામવિલાસ પાસવાનના નેતૃત્વવાળી લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) અને RLSPએ બિહારમાં ક્રમશ: 30,7 અને 3 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ સત્તારૂઢ ગઠબંધનમાં જેડીયુની હાજરીએ સમીકરણો ફેરવી નાખ્યા છે. જેના કારણે ભગવા પાર્ટીએ એક નવા ફોર્મ્યુલાને તૈયાર કરવા પર કામ કરવું પડી રહ્યું છે. 


દેશના અન્ય સમાચારો માટે કરો ક્લિક...