History of Mayur Sinhasan of Shah Jahan: ભારત પર 300 વર્ષ રાજ કરનાર મુગલ સલ્તનતમા અનેક કહાનીઓ દફનાવાયેલી છે. જેને સાંભળીને આજે પણ લોહી ઉકળી ઉઠે છે. પરંતુ એ સમયની કેટલીક બાબતો એવી છે જે કુતૂહલ પેદા કરે છે. મુગલ બાદશાહ શાહજહાએ પોતાના માટે લગભગ સવા અરબ રૂપિયાનું મયુર સિંહાસન બનાવડાવ્યું ગતું. ત્યાર બાદ 100 વર્ષ બાદ નાદિરશાહ તેને લૂંટીને ઇરાન લઇ ગયો. બાદમાં તે દુનિયાનું સૌથી કિમતી સિંહાસન કહેવાયું. આ વિશે આજ સુધી કોઇને જાણ પણ ન થઇ કે તે ક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મયુર સિંહાસન નામ હતું 
આ મયૂર સિંહાસન 7 વર્ષ તૈયાર કરવાાં આવ્યું હતું. શાહજહાએ ઉસ્તાદ સાદ ઈ ગિલાનીને મયુર સિંહાસન બનાવવાનો આદેશ આપ્યો હતો. તેને બનાવવા માટે સેંકડો હીરા-મોતી અને માણેકનો ઉપયોગ કરવામા આવ્યો હતો. એક લાખ તોલા સોનું આપવામાં આવ્યુ હતું. આ સિંહાસન પર 3 મુસ્લિમ કવિ સૈદા, કુદસિ અને કલીમની કવિતાઓ કંડારવામાં આવી છે. આ સિંહાસન પર 2 મોરની આકૃતિ બનાવાઈ છે. જેના પર રત્ન જડાયેલા છે. વર્ષ 1635 માં શાહજહા પહેલીવાર આ સિંહાસન પર બેસ્યો હતો. 


ગુજરાતીઓ થાઈલેન્ડ કેમ વધારે જાય છે? કારણો જાણીને હક્કા બક્કા રહી જશો


આ મયૂર સિંહાસન 7 વર્ષ તૈયાર કરવાાં આવ્યું હતું. બાદમાં શાહજહાની ઘણી પેઢીઓ સિંહાસન પર બેઠી હતી, પરંતુ જ્યારે હુમલાખોરોએ મુગલો પર હુમલો શરૂ કર્યો તો આ સિંહાસન એક બીજાનું થતા-થતા આજે ગાયબ થઇ ગયું. આ સિંહાસનના નિર્માણ માટે સેંકડો હિરા-મોતી-માણેક અને એક લાખ તોલા સોનું આપવામાં આવ્યું હતું. સિંહાસન પર 2 મોરની આકૃતિ આંકવામાં આવી હતી. વર્ષ 1635માં શાહજહા પહેલી વાર આ સિંહાસન પર બેઠા હતા. તે સમયે મુગલોના 2 કિલ્લા હતા એક દિલ્હીમાં અને એક આગ્રામાં. 


સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેની વધુ એક ભાવુક પોસ્ટ, દર્દભરી હિન્દી શાયરી લખી


સુંદરતા અને કલાકારીના કારણે આ સિંહાસન દુનિયાનું સૌથી મોંઘુ સિંહાસન કહેવાયું. એક સમયે મુગલ શાસન નબળું પડ્યું ત્યારે મોહમ્મદ શાહના શાસન કાળમાં ઇરાનના નાદિરશાહે ભારત પર હુમલો કર્યો અને દિલ્હીમાં કત્લેઆમ કર્યું. ત્યારે બધુ જ લૂંટી લેવાયું હતું તેમાં મયુર સિંહાસન પણ શામેલ હતું. વર્ષ 1747માં નાદિરશાહની પણ હત્યા થઇ અને ત્યારબાદ મયુર સિંહાસન આજની તારીખે પણ ગાયબ છે. 


મોહનથાળનો પ્રસાદ મેળવી મા અંબાના ભક્તો ખુશ : ચાચર ચોકમાં બેસીને માણ્યો સ્વાદ