Mehrunnisa Love Story: મોગલ શાસકોની અંગત જિંદગીને લગતાં ઘણા કિસ્સા આપણે સાંભળ્યા છે. જો કે એક શાસક એવો પણ હતો જે એક સુંદર મહિલાના પ્રેમમાં પડ્યો અને તેની સાથે લગ્ન કરવા તેના પતિની હત્યા કરાવી દીધી અને પછી તે મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ મહિલા પછીથી હિંદુસ્તાનની મલ્લિકા બની અને મોગલ સામ્રાજ્યની કમાન સંભાળી હતી. આખું મુઘલ સામ્રાજ્ય તે મહિલાનાં પ્રેમમાં ડૂબી ગયું હતું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો


પતિને તલાક આપવા માટે ઉશ્કેરી હતી
આ મુઘલ બાદશાહ બીજું કોઈ નહીં પણ અકબરનો પુત્ર જહાંગીર હતો. મેહરુનિસ્સાને પામવા માટે તેણે તમામ હદો પાર કરી દીધી હતી. કહેવાય છે કે જહાંગીરને મેહરુનિસ્સા સાથે લગ્ન ન કરવાનો અફસોસ હતો. એક વાર તો જહાંગીરે મેહરુનિસ્સાને પોતાના પતિને તલાક આપવા ઉશ્કેરી હતી, પણ મેહરુનિસ્સાએ આમ કરવાથી ઈન્કાર કર્યો હતો. તે પોતાના પતિને વફાદાર રહી હતી. જહાંગીરે મેહરુનિસ્સાને પહેલી વાર મીના બજારમાં જોઈ હતી.


હવે શહેરમાં કાળા ડામરના નહીં, સફેદ રોડ જોવા મળશે, ખાસિયતો જાણી વિદેશની યાદ આવશે!


આવી રીતે લગ્ન કરવા મનાવી
જો કે જહાંગીર પોતાની ઈચ્છા પર મક્કમ હતા. તેમણે ષડયંત્ર રચીને મેહરુનિસ્સાના પતિની હત્યા કરાવી હતી. ત્યારબાદ મેહરુનિસ્સાને એક મુઘલ બેગમની સેવામાં લગાવી દીધી. ત્યારબાદ જહાંગીરે મેહરુનિસ્સાને પોતાની સાથે લગ્ન કરવા મનાવી લીધી હતી. કહેવાય છે કે મેહરુનિસ્સાએ જહાંગીર સાથે નિકાહ બાદ મુઘલ સામ્રાજ્યને પોતાની આંગળીઓ પર નચાવ્યું હતું.


હાથ પર બચકું ભર્યાનું નિશાન, મોબાઈલ ફોર્મેટ કરેલો, અઘટિત થયું હોવાની પરિવારને શંકા!


સૌથી શક્તિશાળી મહિલાઓમાંથી એક હતી મેહરુનિસ્સા
મેહરુનિસ્સાની ગણના ઈતિહાસની સૌથી શક્તિશાળી મહિલાઓમાં કરાય છે. મેહરુનિસ્સાને જહાંગીર સાથે લગ્ન બાદ નૂરજહાં નામ મળ્યું હતું. જહાંગીરની ઘણી પત્નીઓ હતી, પણ તે સૌથી વધુ પ્રેમ નૂરજહાંને કરતો હતો. મુઘલ કાળમાં નૂરજહાંના નામના સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા હતા. જો કે કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે મેહરુનિસ્સાના પતિની હત્યામાં જહાંગીરનો હાથ નહતો.