Mughal History: મુઘલોનો સૌથી ક્રૂર બાદશાહ ઔરંગઝેબ ધાર્મિક કટ્ટરતા અને ભાઈઓની હત્યા માટે જાણીતો હતો. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન સંગીત પર પ્રતિબંધ મૂક્યો અને સત્તા મેળવવા માટે ભાઈઓનું લોહી વહાવ્યું. પરંતુ તે પણ એક રખાતના પ્રેમમાં પડ્યો. તેનું નામ લાલ કુંવર હતું. જો કે લાલ કુંવર માત્ર નૃત્યાંગના હતી, પરંતુ થોડા સમય પછી મુઘલ સામ્રાજ્યમાં તેની દખલગીરી એટલી વધી ગઈ કે સલ્તનતમાં તેની ચર્ચાઓ થવા લાગી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુઘલ સલ્તનતમાં બાદશાહ અને સ્ત્રીઓ વિશે હંમેશા ચર્ચાઓ થતી રહી છે. આ બાબતમાં ઔરંગઝેબ પણ તેની પાછલી પેઢીઓની જેમ જ હતો, પરંતુ રસપ્રદ વાત એ હતી કે પહેલા ઔરંગઝેબ અને લાલ કુંવરની ચર્ચા થઈ હતી. આ પછી મુઘલ સલ્તનતમાં ઔરંગઝેબના પૌત્ર અને લાલ કુંવરની નિકટતાની વાર્તાઓ સામાન્ય બની ગઈ હતી. જરમાની દાસે તેમના પુસ્તકમાં આ વાર્તાઓનો ઉલ્લેખ કર્યો છે. ઘણા શાહી ઘરોમાં જરમાનીના ચાહકો હતા.


આ પણ ખાસ વાંચોઃ  Atiq Ahmed Property: અતીકની કરોડોની કાળી કમાણીનો વારસદાર કોણ? જાણો કોને મળશે સંપત્તિ આ પણ ખાસ વાંચોઃ  Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી? આ પણ ખાસ વાંચોઃ  જેનાથી દાઉદ પણ ડરતો હતો! જાણો દેશના પહેલા એન્કાઉન્ટરની કહાની


શાહી સદસ્ય જેવો હતો દબદબો-
જરમાની લખે છે કે બહુ ઓછા લોકો માનતા હશે કે ઔરંગઝેબ, જે તેની કટ્ટરતા માટે પ્રખ્યાત છે, તે એક રખાત પર ફીદા હતો પણ આ સત્ય છે. લાલ કુંવર એક ગણિકા હતી જે મુજરા કરીને બાદશાહને ખુશ કરતી હતી, પરંતુ ધીરે ધીરે ઔરંગઝેબ તેના પ્રેમમાં એટલો બધો પાગલ થઈ ગયો કે મુઘલ સલ્તનતમાં તેની દખલગીરી વધવા લાગી. લાલ કુંવરનો દરજ્જો એટલો વધી ગયો કે તેમને શાહી સભ્ય જેટલું જ સન્માન આપવામાં આવ્યું. તેમની ગણતરી ઔરંગઝેબના સૌથી નજીકના લોકોમાં થતી હતી.


એની હૈસિયત કોઈ રાણીથી ઓછી ન હતી-
જ્યારે પણ તે ક્યાંક જતી ત્યારે સૈનિકોનું એક જૂથ તેની સાથે જ ચાલતું હતું. તેમના આગમનની માહિતી ઢોલ વગાડીને આપવામાં આવી હતી. રસ્તાઓ સાફ કરવામાં આવતા હતા. ઔરંગઝેબની દીકરીઓ અને બહેનોને મુઘલ સલ્તનતમાં લાલ કુંવરનું વધતું વર્ચસ્વ ગમતું ન હતું, હકીકત એ હતી કે તે શાહી કામમાં સલાહ આપતી હતી. તે રાજાના ન ગમતા નિર્ણયોને પણ બદલી કાઢતી હતી.


ઔરંગઝેબના સંપર્કમાં આવ્યા બાદ તેની હૈસિયત દિવસ-રાત બમણી થઈ ગઈ હતી. દિલ્હીના લાલ બંગલામાં તેમના માટે એક મહેલ બનાવવામાં આવ્યો હતો. જ્યારે ઔરંગઝેબ વૃદ્ધ થયો ત્યારે મુઘલ સલ્તનત તેની ચમક ગુમાવવા લાગી હતી. તેમના પુત્રો આઝમ શાહ અને બહાદુર શાહ થોડા સમય માટે સત્તા પર રહ્યા. આ પછી બહાદુર શાહના પુત્ર જહાંદર શાહને સત્તાની કમાન મળી. જહાંદરે પોતાની આગલી પેઢીઓને બદનામીની બાબતમાં પાછળ છોડી દીધી અને પોતાનું દિલ લાલ કુંવરને આપી દીધું હતું.


આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત


આ જ કારણ હતું કે મુઘલોની છેલ્લી ત્રણ પેઢીઓમાં લાલ કુંવરની તુતી બોલતી રહી. એવું કહેવાય છે કે જ્યારે જહાંદર શાહે તેમને પહેલીવાર ગાતા જોઈ ત્યારે તેમણે તેમને ખોળામાં ઊંચકી લીધી હતી. બંનેનું આકર્ષણ પ્રેમમાં ફેરવાઈ ગયું હતું. પ્રેમ એટલો વધી ગયો કે તેણે લાલ કુંવર સાથે લગ્ન કરી અને તેનું નામ ઈમ્તિયાઝ મહેલ રાખ્યું હતું