પેઠા ખાવાના શોખીન છો! જાણો તેનો રસપ્રદ ઈતિહાસ, વાંચીને પણ પેઠા ખાવાનું મન થઈ જશે
AGRA`S PETHA: ભારત દેશ વૈવિધ્યસભર છે, તેની ભાષા, રહેણીકરણી, પોશાક અને ખોરાકથી દરેક રાજ્યમાં અને પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે. આટલી વિવિધતાઓ જ ભારત દેશની એકતાની સૌથી મોટી ખાસિયત છે. વાત જ્યારે ખાવાની આવે ત્યારે કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને અમદાવાદથી કોલકત્તા સુધી દરેક સ્થળના વ્યંજનની દુનિયાભરમાં ખ્યાતિ છે. ત્યારે અહીં આવા જ વ્યંજનની વાત છે અને તે છે આગ્રાના પેઠા... જાણીને નવાઈ લાગશે કે આ પેઠા આગ્રાના તાજમહેલ કરતા પણ જૂના છે.
AGRA'S PETHA: ભારત દેશ વૈવિધ્યસભર છે, તેની ભાષા, રહેણીકરણી, પોશાક અને ખોરાકથી દરેક રાજ્યમાં અને પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે. આટલી વિવિધતાઓ જ ભારત દેશની એકતાની સૌથી મોટી ખાસિયત છે. વાત જ્યારે ખાવાની આવે ત્યારે કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને અમદાવાદથી કોલકત્તા સુધી દરેક સ્થળના વ્યંજનની દુનિયાભરમાં ખ્યાતિ છે. ત્યારે અહીં આવા જ વ્યંજનની વાત છે અને તે છે આગ્રાના પેઠા... જાણીને નવાઈ લાગશે કે આ પેઠા આગ્રાના તાજમહેલ કરતા પણ જૂના છે.
તાજમહેલ બાદ પેઠા આગ્રાની ઓળખ
પેઠા અને તાજમહેલ બંને એકબીજા સાથે જોડાયેલા છે. કહેવાય છે કે પેઠા તાજમહેલ કરતા પણ જૂના છે. ઈતિહાસકારોના મતે જ્યારે શાહજહા તાજમહેલનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે નિર્માણકાર્યમાં લાગેલા કારીગરો રોજ એક પ્રકારનું ભોજન ખાઈને કંટાળી ગયા હતા.
આગ્રાના પેઠા દેશ-વિદેશમાં થયા પ્રખ્યાત
આગ્રાની વાત કરીએ તો તેની એક નહીં અનેક ઓળખ છે. તાજમહેલ આગ્રાની જગજાહેર ઓળખ છે, આ બધા સાથે આગ્રા ખાણી-પીણી માટે પણ વિખ્યાત છે જેમાં સૌથી વધારે ફેમસ છે તેના પેઠા.. પેઠા ફેમસ તો છે પરંતુ સ્વાદિષ્ટ પણ તેટલા જ છે. આગ્રા આવનારા પ્રવાસીઓ વિદેશના હોય કે દેશના પેઠાનો સ્વાદ લીધા વિના પોતાની યાત્રા પૂરી કરી શકતા નથી. લોકો ઘરે પરત ફરતા પોતાના માટે અને મિત્રો કે પરિવાર માટે પેઠા લઈ જવાનું ભૂલતા નથી.
આગ્રાના પેઠાનો રસપ્રદ ઈતિહાસ
આગ્રાને 'તાજનગરી' અને 'પેઠાનગરી' પણ કહેવામાં આવે છે. ચાલો આ વાત પરથી જાણીએ કે આગ્રાના પેઠાનો ઈતિહાસ કેટલા વર્ષો જૂનો છે, અને સૌથી પહેલા તે ક્યારે બનાવાયા હતા..
આ પણ વાંચો:
માર્ચમાં આ રાશિના લોકો પર રહેશે માતા લક્ષ્મીની ખાસ કૃપા, ભાગ્યનો મળશે સારો સાથ
Bollywood: હવે સાઉથની ફિલ્મોથી બોલિવૂડમાં ધુમ મચાવશે આ સ્ટાર્સ
રોકાણકારોને જલસા! હવે વધી ગયો ટ્રેડિંગનો ટાઈમ, આટલા વાગ્યા સુધી થશે ડીલ
તાજમહેલથી પણ જૂના છે આગ્રાના પેઠા
પેઠા અને તાજમહેલ બંને એકબીજાથી જોડાયેલા છે. કહેવાય છે કે પેઠા તાજમહેલ કરતા પણ જૂના છે. ઈતિહાસકારોના મતે 17મી સદીમાં જ્યારે શાહજહા તાજમહેલનું નિર્માણ કરી રહ્યા હતા, ત્યારે તેના નિર્માણમાં લાગેલા કારીગરો દરરોજ એક પ્રકારનું ખાઈને કંટાળી ગયા હતા. મજૂરોની સમસ્યા મુખ્ય વાસ્તુકાર ઉસ્તાદ ઈસા ઈફેન્દી પાસે પહોંચી, અને તેમના મારફતે શાહજહા મજૂરોની સમસ્યા જાણી શક્યા. શાહજહાએ તેમના રસોઈયાઓને આદેશ આપ્યા કે એવી મીઠાઈ બનાવો જે સ્વાદિષ્ટ તો હોય પરંતુ સાથે પૌષ્ટિક હોય જેનાથી મજૂરોનું સ્વાસ્થ્ય વધુ મજબૂત થયા. ત્યારે તેમના રસોઈયાઓએ તેમના પ્રયોગ ચાલુ કર્યા, અને તેમની મહેનતના ફળ સ્વરૂપે પેઠા નામની મીઠાઈનો આવિષ્કાર થયો.
શાહજહાની મુમતાઝ બેગમને પણ પસંદ આવ્યા પેઠા
ઈતિહાસકારો મુજબ શાહજહાના બેગમ મુમતાઝને પણ પેઠા ખૂબ પસંદ હતા. મુમતાઝે પેઠા બનાવવાની રીત શીખી લીધી. મુમતાઝના હાથના બનાવેલા પેઠા શાહજહાએ ખાદ્યા અને શાહજહાને પેઠા એટલા પસંદ આવ્યા કે તે કાયમી ધોરણે શાહી ભોજનમાં સામેલ કરવાની જાહેરાત કરી દીધી.
દેશભરમાં પહોંચી પેઠાની મીઠાશ
ધીમે ધીમે પેઠાની મીઠાશ આખા દેશમાં ફેલાવવા લાગી અને આખા દેશમાં પેઠા વેચાવવા લાગ્યા. કેટલાક લોકોના મતે પેઠાનો ઉપયોગ પ્રાચીન સમયમાં પેઠાનો ઉપયોગ ઔષઘિ તરીકે થતો હતો.
સદર બજારના પંછીપેઠા સૌથી ફેમસ
આગ્રામાં સદર બજારમાં આવેલા પંછી પેઠા સૌથી પ્રખ્યાત છે. રેલવે સ્ટેશન પાસે કેસર, અંગૂરી અને ચોકલેટ જેવા ઘણા ફ્લેવરવાળા પેઠા જોવા મળે છે. આગ્રાના બજારમાં 50 થી 60 પ્રકારના પેઠા મળી રહે છે. ત્યારે ભવિષ્યમાં આગ્રા જાઓ તો પેઠા ચોક્કસથી ટ્રાય કરજો..
આ પણ વાંચો:
હોટલમાં ખાધું 42 હજારનું અને ટીપ આપી 8 લાખની, જાણો કોણ છે આ દિલદાર માણસ
દર મહિને 1 કરોડ રૂપિયા કમાય છે આ 11 વર્ષની બાળકી, હવે થઈ રહી છે નિવૃત્ત
વાળમાં લગાવો આ એન્ટી હેર ફોલ માસ્ક, ખરતા વાળ કાયમ માટે કહેશે અલવિદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube