શનિની વક્રી દ્રષ્ટિ જેના પર પડે તે થાય પાયમાલ! પણ આ 3 રાશિવાળાને શનિદેવ કરશે માલામાલ, દરેક ક્ષેત્રે મળશે સફળતા!
જ્યોતિષ ગણતરીઓ મુજબ હાલ શનિદેવ કુંભ રાશિમાં છે જ્યાં થોડા સમય પહેલા સૂર્ય ગ્રહએ પોતાનું રાશિ પરિવર્તન કર્યું છે. જેના કારણે સૂર્ય ઉપર શનિદેવની વક્રી દ્રષ્ટિ પડી રહી છે. શનિની વક્રી દ્રષ્ટિથી રાશિ ચક્રની તમામ 12 રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે, કોઈ સારો પ્રભાવ મેળવશે તો કેટલાક જાતકોએ સતર્ક રહેવાનો વારો આવશે.
શનિ ગોચર
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ખુબ જ મહત્વપૂર્ણ ગ્રહ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિદેવ તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિથી ચાલે છે અને તેઓ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે જેના કારણે શનિ ગોચરનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર લાંબા સમય સુધી જોવા મળે છે. આ ઉપરાંત શનિના રાશિ પરિવર્તનથી લોકોએ સાડા સાતી અને ઢૈયા જેવી સ્થિતિનો પણ સામનો કરવો પડે છે જેના કારણે લોકોના જીવનમાં ભૂકંપ આવી જતા હોય છે.
શનિ અને સૂર્યની સ્થિતિની અસર
જ્યોતિષ ગણતરીઓ મુજબ હાલ શનિદેવ કુંભ રાશિમાં છે જ્યાં થોડા સમય પહેલા સૂર્ય ગ્રહએ પોતાનું રાશિ પરિવર્તન કર્યું છે. જેના કારણે સૂર્ય ઉપર શનિદેવની વક્રી દ્રષ્ટિ પડી રહી છે. શનિની વક્રી દ્રષ્ટિથી રાશિ ચક્રની તમામ 12 રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે, કોઈ સારો પ્રભાવ મેળવશે તો કેટલાક જાતકોએ સતર્ક રહેવાનો વારો આવશે. શનિની વક્રી દ્રષ્ટિ કોને ફાયદો કરાવી શકે તે ખાસ જાણો.
કર્ક રાશિ
શનિની વક્રી દ્રષ્ટિથી કર્ક રાશિના જાતકોના જીવનમાં સારા ફેરફાર જોવા મળી શકે છે. વેપારને આગળ વધારવાની નવી નવી તકો મળશે જેનાથી આવકમાં વધારો થવાની શક્યતા છે. નોકરીયાત જાતકોને પદોન્નતિના સમાચાર જલદી મળી શકે છે. બેરોજગારોને શનિદેવની કૃપાથી નોકરી લાગી શકે છે. શેર માર્કેટથી સારો એવો ફાયદો થઈ શકે છે. કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ રહેશે જેના કારણે મન પ્રસન્ન રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો ઉપર પણ શનિની વક્રી દ્રષ્ટિનો શુભ પ્રભાવ પડશે. જેના કારણે તેમની આવકમાં વધારો થઈ શકે છે. મિત્રો સાથે આ રાશિના લોકોના સંબંધ મજબૂત થશે. આ સિવાય પ્રેમ સંબંધમાં પણ મજબૂતી આવશે જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. વિવાહ યોગ્ય જાતકો માટે જલદી લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. નોકરીયાતોને દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે જેના કારણે તેઓ સમયસર ટાર્ગેટ પૂરો કરી શકશે.
કુંભ રાશિ
શનિની વક્રી દ્રષ્ટિનો સૌથી શુભ પ્રભાવ કુંભ રાશિના જાતકો પર જોવા મળી શકે છે. સમયસર યોગ્ય પ્રયત્નો કરશો તો વેપારમાં સ્થિરતા આવશે. ધન કમાવવા માટે નવી તકો મળશે. નોકરીમાં પ્રગતિ થવાની શક્યતા છે. પૈતૃક જમીન સંલગ્ન વિવાદ જો ચાલુ હશે તો જલદી આપસી સહમતિથી ઉકેલ આવી શકે છે. પરિણીત લોકોના જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે અને કપલ વચ્ચે વિશ્વાસ વધશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos