નવી દિલ્હી: ભારતના સૌથી વધુ ધનીક વ્યક્તિ મુકેશ અંબાણી દુનિયાના અરબપતિઓની યાદીમાં આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની દુનિયામાં અરબપતિઓની યાદીમાં છ નંબરનો વધારો કરીને 13માં સ્થાને પહોંચી ગયા છે. આ યાદીમાં જેક બેજોસ આ વખતે પણ પહેલા સ્થાન પર યથાવત રહ્યા છે. ફોર્બ્સે કહ્યું કે ઇ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની અમેઝોનના સંસ્થાપક, 55 વર્ષીય જેક બેજોસ આ યાદીમાં પહેલા સ્થાન પર યથાવત રહ્યા છે. તેમના બાદ બિલ ગેટ્સ અને વારેન બફેટનું સ્થાન છે. બેઝોસની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં 19 અરબ ડોલરથી વધીને 131 અરબ ડોલર થઇ ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુકેશ અંબાણી (61 વર્ષ)ની સંપત્તિ 2018માં 40.1 અરબ ડોલર હતી. જે વધીને 50 અરબ ડોલર (3.5 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઇ છે. દુનિયામાં ધનીકોની યાદીમાં ગત  વર્ષે તે 19માં સ્થાન પર હતા અને આ વર્ષે તેમણે 6 નંબર ઉપર આવીને 13માં નંબર પર આવી ગયા છે. જ્યારે તેમના ભાઇ અનિલ અંબાણી આ યાદીમાં 1349માં સ્થાન પર છે. 


આ પહેલા 2017ની ફોર્બ્સની અરબપતિઓની યાદીમાં મુકેશ અંબાણીનું સ્થાન 33માં સ્થાને હતું. ફોર્બ્સની યાદીમાં સામેલ ભારતના 106 અરબપતિઓમાં મુકેશ અંબાણી સૌથી આગળ છે. વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી 22.6 અરબ ડોલરની સંપંત્તિ સાથે આ યાદીમાં 36માં સ્થાન પર છે. ટેકનોલોજી ક્ષેત્રની પ્રમુખ કંપની એચસીએલના સહ સહ-સંસ્થાપક શિવ નાજર 82માં અને આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઇઓ લક્ષ્મી મિત્તલ 91માં સ્થાન પર રહ્યા હતા. આ તમામ દુનિયાના સૌથી વધુ 100 અરબપતિઓમાં સામેલ છે.


દુનિયાની સૌથી ઝડપી કાર પરથી ઊંચકાયો પડદો, ભારતની આ કંપનીએ કર્યું નિર્માણ


વૈશ્વિક અરપતિઓની સૂચીમાં ભારતના અદિત્ય બિરલા સમૂહના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા (122માં સ્થાન), અદામી સમૂહના અધ્યક્ષ અને સંસ્થાપક ગૌતમ અદણી (167માં), એરટેલ ભારતીના પ્રમુખ સુનીલ મિત્તલ (244માં સ્થાને) સામાન ઉપભોક્તા કંપની પતંજલી આયુર્વેદના સહ સંસ્થાપક આચાર્ય બાલકૃષ્ણ (365માં), પીરામલ એન્ટરપ્રાઇઝના અધ્યક્ષ અજય પીરામલ (463માં સ્થાને), બાયોકોનની સંસ્થાપક કિરણ મજૂમદાર-શૉ (617માં સ્થાને), ઇકોસિસના સહ-સંસ્થાપર એન આર નારાયણમૂર્તિ (968માં સ્થાને) અને આરકોમના ચેરમેન અનિલ અંબાણી (1349માં સ્થાન)ના નામ સામેલ છે. 


યાદીમાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ ત્રણ સ્થાન નીચે આવ્યા છે. જ્યારે ન્યૂયોર્કના પૂર્વ મેયર માઇકલ બ્લૂમબર્ગ બે સ્થાન ઉપર આવ્યા છે. પત્રિકાએ કહ્યું કે બિલ ગેટ્સની સંપત્તિ ગત વર્ષે 90 અરબ ડોલરથી વધીને 96.5 અરબ ડોલર થઇ ગઇ છે. ફોર્બ્સએ કહ્યું કે મુકેશ અંબાણી સૌથી ધનીક ભારતીય છે. અને પત્રિકામાં વર્ષ 2018માં શક્તિશાળી લોકોની યાદીમાં તે 32માં સ્થાન પર હતા. તેમને 2017માં ‘ગ્લોબલ ગેમ ચેન્જર’નું શીર્ષક આપવામાં આવ્યું છે.


ચિંતાજનક...! વિશ્વના ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં ભારતના 7, ગુરૂગ્રામ ટોચ પર


ફ્રાંસીસ લક્ઝરી માલ કંપની એલવીએમએચના સીઇઓ બર્નાર્ડ અરનોલ્ડ વૈશ્વિક યાદીમાં ચૌથા સ્થાન પર રહ્યા હતા. જ્યારે ઝુકરબર્ગ આ યાદીમાં પાંચમાં સ્થાને થી ખસીને આઠમાં સ્થાન પર પહોચ્યા હતા. પત્રિકામાં કહેવામાં આવ્યું છે, કે આ સૂચી આઠ ફેબ્રુઆરીના કંપનીઓના શેર મૂલ્યો અને વિનિમય દરના આધાર પર તૈયાર કરવામાં આવી છે. આ યાદીઓમાં થોડા દિવસોમાં થોડા લોકો ધનીક થયા તો કોઇની સંપત્તિ ઘટી ગઇ છે. 


ફોર્બ્સની આ 33માં વર્ષના સ્થાન વાળી સૂચીમાં 2,153 અરબપતિઓના નામ જાહેર કરવમાં આવ્યો છે. જ્યારે 2018માં તેના કરતા વધારે 2,208 લોકોના નાંમ હતા, આ વર્ષે અરપતિઓની કુલ સંપત્તિ 8,700 અરબ ડોલર હતી. જ્યારે 2018માં તેમની કુલ સંપત્તિ 9,100 અરબ ડોલર હતી. 


(ઇનપુટ-ભાષા)