નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભામાં ઉપનેતાની જવાબદારી સોંપવામાં આવી છે. સોમવારે પાર્ટી તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. મુખ્તાર અબ્બાસ નકવીને સંસદીય રાજનીતિનો લાંબો અનુભવ છે. તે પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં સંસદીય કાર્યમંત્રી તરીકે કામ કરી ચુક્યા છે. તેથી તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્તાર અબ્બાસ નકવીને બધા પક્ષોના નેતાઓ સાથે પોતાના સારા સંબંધો માટે ઓળખવામાં આવે છે. તેમને એવા સમયે આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ગૃહમાં સરકાર કિસાન આંદોલન, પેગાસસ જાસૂસી પ્રકરણ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષના વિરોધનો સામનો કરી રહી છે. આ જવાબદારી મળ્યા બાદ નકવીએ ટ્વીટ કરી પ્રધાનમંત્રી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો છે. 


સંચાર મંત્રીએ લોકસભામાં કહ્યું- લીક ડેટાને જાસૂસી સાથે કોઈ લેવાદેવા નહીં, આરોપ ખોટા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે જોવામાં આવે તો ભાજપ તરફથી રાજ્યસભામાં ગૃહના નેતા અને ઉપનેતા બંનેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પીયૂષ ગોયલ અને નકવી સંસદમાં કોઈ મુદ્દા પર તૈયારી સાથે બોલવા માટે જાણીતા છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે ગૃહમાં સરકારનો મજબૂતીથી પક્ષ રાખવા માટે પીયૂષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવીને નેતા અને ઉપનેતાની જવાબદારી સોંપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube