Pegasus Spying: સંચાર મંત્રીએ લોકસભામાં કહ્યું- લીક ડેટાને જાસૂસી સાથે કોઈ લેવાદેવા નહીં, આરોપ ખોટા
આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો કે Pegasus સોફ્ટવેરના ઉપયોગથી ભારતમાં અનેક પત્રકારો, નેતાઓ અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યા છે. આ ખુલાસા બાદ રાજકીય માહોલ ગરમ છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશની સંસદમાં આજે ફોન ટેપિંગ વિવાદ મામલો ચર્ચામાં રહ્યો હતો. વિપક્ષના નેતાઓએ તેના પર સવાલો ઉઠાવ્યા હતા. હવે લોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે ફોન ટેપિંગથી જાસૂસીનો આરોપ ખોટો ગણાવ્યો છે. સંચાર મંત્રીએ કહ્યુ કે, તેના તથ્ય ગેરમાર્ગે દોરનારા છે અને તેમાં કોઈ દમ નથી.
સંચાર મંત્રીએ ટાઇમિંગ પર ઉઠાવ્યા સવાલ
લોકસભામાં આ મુદ્દે જવાબ આપતા સંચાર મંત્રીએ રિપોર્ટ પર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા પ્રેસ રિપોર્ટોનું આવવું સંયોગ ન હોઈ શકે. હંગામા વચ્ચે વૈષ્ણવે કહ્યુ કે, રવિવારે રાત્રે એક વેબ પોર્ટલ પર ખુબ સનસનીખેજ સ્ટોરી ચાલી. આ સ્ટોરીમાં મોટા-મોટા આરોપ લગાવવામાં આવ્યા. સંસદના સત્રના એક દિવસ પહેલા આ પ્રેસ રિપોર્ટ સામે આવ્યો છે. આ સંયોગ ન હોઈ શકે.
મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો કે Pegasus સોફ્ટવેરના ઉપયોગથી ભારતમાં અનેક પત્રકારો, નેતાઓ અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યા છે. આ ખુલાસા બાદ રાજકીય માહોલ ગરમ છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી છે.
આ સંસ્થાનોએ કર્યો ઈન્ટરસેપ્શનનો દાવો
દુનિયાભરના 17 મીડિયા સંસ્થાનોના કંસોર્ટિયમે દાવો કર્યો છે કે વિભિન્ન સરકારો પોતાના ત્યાં પત્રકારો અને એક્ટિવિસ્ટ્સની જાસૂસી કરાવી રહી છે. રવિવારે પબ્લિશ થયેલા આ રિપોર્ટ મુજબ ભારત સહિત અનેક દેશોમાં લગભગ 180 પત્રકારો, માનવાધિકાર કાર્યકરો અને એક્ટિવિસ્ટ્સની જાસૂસી કરાવવામાં આવી. આ માટે ઈઝરાયેલી કંપની એનએસઓ ગ્રુપના હેકિંગ સોફ્ટવેર (Hacking Software Pegasus) નો ઉપયોગ કરાયો. રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરાઈ છે કે ભારતના બે કેન્દ્રીય મંત્રીઓ, 40 થી વધુ પત્રકારો, વિપક્ષના 3 નેતાઓ અને એક ન્યાયાધીશ સહિત મોટી સંખ્યામાં ઊદ્યોગપતિઓ અને માનવાધિકાર કાર્યકરોના 300થી વધુ મોબાઈલ નંબરોને હેક કરાયા.
કેવી રીતે કરે છે પેગાસસ સોફ્ટવેર કામ?
પેગાસસ (Hacking Software Pegasus) એક માલવેર છે જે આઈફોન અને એન્ડ્રોઈડ ડિવાઈસને હેક કરી લે છે. આ માલવેર મોકનાર વ્યક્તિ તે ફોનમાં રહેલા મેસેજ, ફોટો અને ઈમેઈલ સુદ્ધા જોઈ શકે છે. એટલું જ નહીં આ સોફ્ટવેર તે ફોન પર આવતા કોલ પણ રેકોર્ડ કરી શકે છે. આ સોફ્ટવેરથી ફોનના માઈકને ગુપ્ત રીતે એક્ટિવ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે