આ સમય આત્મ સમર્પણનો નહીં આત્મ વિશ્વાસનો છેઃ મુખ્તાર અબ્બાસ નકવી
ઝી હિન્દુસ્તાનના ઈ વિમર્શમાં મોદી સરકારના વરિષ્ઠ મંત્રી અને અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલય સંભાળતા મુખ્યર અબ્બાસ નકવીએ હાજરી આપી અને તેમણે અનેક વિષયો પર વિસ્તારથી ચર્ચા કરી હતી.
નવી દિલ્હીઃ મોદી સરકારન 2.0ના એક વર્ષ પર શું છે દેશની સ્થિતિ? આ સવાલનો જવાબ જાણવા માટે ઝી હિન્દુસ્તાને દેશના સૌથી મોટા ઈ-મંચ પર કેન્દ્રીય મંત્રીઓ સાથે વાતચીત કરી. આ સૌથી મોટા ઇ-મંચ પર કેન્દ્રીય અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ દેશના વિકાસનો રોડમેપ જણાવ્યો હતો.
પશ્નઃ કોરોનાનો ડર હજુ ગયો નથી પરંતુ આ વચ્ચે અનલૉક ફેઝ તરફ આપણે વધી રહ્યાં છીએ. કેવી તૈયારી મોદી સરકારની આ સમયે છે કારણ કે ઘણા એવા રાજ્યો છે જ્યાં સ્થિતિ બગડતી જાય છે?
ઉત્તરઃ કેન્દ્રીય અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે, આ આપદાની સામે આત્મ સમર્પણ સમાધાન નથી પરંતુ આ આપદા પર આપણે વિજય મેળવી શકીએ, તે આત્મવિશ્વાસ સાથે આપણે આપદા સામે લડવાનું છે અને આ કામને આ દેશના 135 કરોડ લોકો ખુબ સંયમની સાથે અનુશાસની સાથે આ લડાઈને લડી રહ્યાં છે. મંત્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીથી જેટલા પણ મુશ્કેલ પડકાર હતા તેને લઈને તૈયારીઓ શરૂ કરી છે. જેમ આ સમયે લોકો વિદેશોમાં ફસાયેલા છે તેને પરત લવાયા. હેલ્થને માર્ચમાં વૈશ્વિક આપદા જાહેર કરી પરંતુ જાન્યુઆરીથી તૈયારીઓ ભારતમાં થઈ ગઈ હતી.
મોદી સરકાર જાન્યુઆરીથી સજાગ નકવીઃ જાન્યુઆરીમાં અમે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મહામારી તો માર્ચમાં જાહેર થઈ છે. બધા રાજ્યોને લગભગ 16 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું કે તે પોતાના રાજ્યોમાં પણ તૈયારીઓ કરે, આ બધુ જાન્યુઆરીથી થઈ રહ્યું હતું. જ્યારે કોરોનાનો એક તરફ જે કાળ છે કે માર્ચ બાદ આ દેશમાં તેની અસર જોવા મળી હતી. પરંતુ અમે તૈયારી કરી અને અમને વિશ્વાસ છે કે અમે આ સંકટમાંથી બહાર આવીશું અને આપણો દેશ સંકટ પર વિજય હાસિલ કરશે.
પ્રશ્નઃ હવે સામાન્ય સ્થિતિની આશા બધા કરી રહ્યાં છે પરંતુ સરકારની સામે પડકાર અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો છે. સરકારની સામે પડકાર છે કે મજૂર જેણે આ સમયે વિશ્વાસ ગુમાવી દીધો છે અને પોતાના રાજ્યોમાં પરત ફરી ચુક્યા છે, તે શ્રમશક્તિને મજબૂત કરવાનો પણ એક પડકાર છે?
જવાબઃ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે, પ્રથમ વાત તો તે છે કે જ્યારે જાન હશે તો જહાન પણ હશે. એટલે કે જ્યારે લોકો સુરક્ષિત હશે લોકોનું સ્વાસ્થ્ય સલામત હશે તો તમે અર્થવ્યવસ્થા વિશે વાત કરી શકો છો. અર્થવ્યવસ્થા લોકો માટે છે. જ્યારે તમારો દેશ સુરક્ષિત નથી, દેશના લોકો સંકટમાં છે તો સૌથી પહેલી પ્રાથમિકતા અમારી સરકારની લોકોના સ્વાસ્થ્ય અને સલામતી છે. આપણા દેશના લોકોમાં જે શક્તિ છે, તેમાંથી બહાર આવ્યા બાદ જે આપણી અર્થવ્યવસ્થા છે. જે સમયે વિશ્વમાં આર્થિક તંગી અને મંદીનો સમય ચાલી રહ્યો છે, તે સમયમાં અમે દેશની અર્થવ્યવસ્થાને ડગમગાવવા ન દીધી. અમે તે સંકટના સમયમાં પણ મજબૂત રહીએ અને એક એસ્ટેબ્લિસ અર્થવ્યવસ્થા બનાવવામાં આવી.
પ્રશ્નઃ તમે થોડા દિવસ પહેલા કહ્યુ કે, કેટલીક પાર્ટીઓ ખાનદાનના વર્તુળમાં બંધાયેલી છે જ્યારે ભાજપ સમાવેશી છે. જો સ્થિતિ હાલ સામાન્ય થાય છે તો બધી જગ્યાએ તે ચર્ચા થઈ રહી છે કે 1 વર્ષનો કાર્યકાળ કેટલો મજબૂત રહ્યો પરંતુ બધાનું ધ્યાન કોરોના પર છે. તેમ છતાં તે ચર્ચા જરૂરી છે કે તમે તમારી સરકાર અને પોતાના મંત્રાલયના કામકાજને કઈ રીતે જુઓ છો.
જવાબઃ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા, દેશે તેમને જનાદેશ આપ્યો તો તેમણે જે સંકલ્પ લીધો હતો, ગામ, ગરીબ કિસાન બધાને કંઇક મળે. તે પ્રાથમિકતાની સાથે 5 વર્ષો સુધી તેમણે કામ કર્યું અને જમીન પર તેની અસર અને પ્રભાવ જોવા મળ્યો હતો. ત્યારબાદ જનતાએ ફરી 2019માં જનાદેશ આપ્યો અને 2019માં પણ તેમની પ્રાથમિકતા છે મારૂ ગામ મારો દેશ. 2019માં પણ તેમની પ્રાથમિકતા ગરીબ, નબળા અને છેવાડાનો તબક્કો રહ્યો છે અને તેમની આંખોમાં ખુશી અને જિંદગીમાં ખુશી લાવવો રહ્યો છે. તે દિશામાં બધા પ્રયાસ કર વામાં આવ્યો તેના પ્રભાવનો જે જવાબ છે તે આજે વિશ્વ જોઈ રહ્યું છે.
શું તમને લાગે છે કે દેશમાં તમારી સરકાર આવ્યા બાદથી અલ્પસંખ્યક સમુદારમાં કોઈ ભય કે ડરનો માહોલ છે?
ઉત્તર- મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે, જો તમે જુઓ તો આ છ વર્ષમાં જે અમારા રાજકીય વિરોધી છે, તે કહી શક્યા નથી કે અમે શિક્ષામાં કોઈ ભેદભાવ કર્યો. રોજગારમાં કોઈ ભેદભાવ કર્યો. વિકાસના મામલામાં કોઈ ભેદભાવ કર્યો, તે આ વાત સારી રીતે જાણે છે કે પ્રધાનમંત્રીએ જે મકાન બનાવ્યા, છત આપી, તે છત મેળવનારમાં લગભગ 30 ટકા અલ્પસંખ્યક હતા. ગામમાં વિજળી પહોંચી તો 38 ટકાથઈ વધુ અલ્પસંખ્યક હત. અહીં આઝાદી બાદથી અંધારૂ હતું. ત્યારબાદ તમામ એવી યોજનાઓ કિસાન સન્માન નિધિથી લઈને અન્ય યોજનાઓનો લાભ મળ્યો છે. અલ્પસંખ્યક મંત્રાલયની વાત કરીએ તો લગભગ ચોણા ચાર કરોડ શિષ્યવૃત્તિ અલ્પસંખ્યક બાળકોને આપવામાં આવી છે. જેમાં 60 ટકા યુવતીઓ છે, જેને ડ્રોપઆઉટ થતાં બચાવવામાં આવી છે. આ સિવાય કૌશલ્ય વિકાસના માધ્યમથી અમે 10 લાખથી વધુ લોકોને ત્રણ વર્ષમાં રોજગાર આપ્યો છે.
પ્રશ્નઃ તમે સતત સમાવેશી વિકાસની વાત કરો છો. તમારી સરકારનો મૂળ મંત્ર હતો સબકા સાથ સબકા વિકાસ. હવે નવી સરકારમાં વિશ્વાસ જોડવામાં આવ્યો. હાલ આર્થિક વિકાસને મજબૂતી આપતા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત થઈ. તમારા અલ્પસંખ્યક મંત્રાલયમાં આ પેકેજનું શું મહત્વ છે અને કેટલો વિકાસ આવનારા 4 વર્ષમાં થવાનો બાકી છે.
જવાબઃ કેન્દ્રીય અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે, જે 20 લાખ કરોડનું પેકેજ છે, આ પેકેજ બધા માટે છે. અલ્પસંખ્યક બહુસંખ્યક હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધા માટે છે. પરંતુ તેમાં પણ મહત્વનું છે કે જો તમે જુઓ તો જ્યારે 80000 લોકોને સુવિધાઓ આપવામાં આવી રહી હતી. જે પેકેજને જે લાભ આપવામાં આવી રહ્યો હતો. જે પેકેજનો લાભ આપવામાં આવતો હતો 40 કરોડ લોકો એવા હતા 41 કરો લોકો એવા હતા જેને સીધા તેના ખાતામાં આ મહામારીના સમયમાં પૈસા આપવામાં આવ્યા છે. 80 કરોડ લોકોને ઘઉં ચોખા છેલ્લા ત્રણ મહિનાથી આપવામાં આવી રહ્યાં છે. આ સામાન કોઈ નામ પૂછીને આપવામાં આવી રહ્યો નથી. અલ્પસંખ્યક આ દેશના વિકાસમાં મજબૂત ભાગીદાર છે અને રહેશે. મોદીજીની સરકારમાં તે વાતનો વિશ્વાસ તેમના દિલ અને મગજમાં ભરેલો છે.
પ્રશ્નઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર કે તમે લોકો લોકલથી વોકલની વાત કરો છો. તમારા હુનર હાટની થીમ પણ આ વખતે લોકલ ટૂ ગ્લોબલ બનાવવામાં આવી છે. કઈ રીતે તે કામ કરશે અને તેનો ફાયદો થશે. બીજી વસ્તુ જેમ સ્કિલ ઈન્ડિયાની વાત તમે કરી. આપણે થોડા ડિજિટલ પણ થઈ રહ્યાં છીએ તેવામાં જૂના પ્લાનમાં કઈ રીતે નવી વસ્તુ એડ કરશો.
ઉતરઃ પ્રથમ વાત તે છે કે લોકલ ટૂ ગ્લોબલની જે વાત છે તેમાં એક વસ્તી આપણે સમજવી જોઈએ કે આપણે ત્યારે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ, સ્વદેશીની વાત કરીએ છીએ તો તેને અર્થ તે નથી કે આપણે બધી વસ્તુને બાયકોટ કરી રહ્યાં છીએ. પ્રધાનમંત્રીજીનું કહેવું છે કે આપણે આપણી લકીર એટલી મોટી બનાવવી જોઈએ કે બીજાની લકીર નાની દેખાય. આપણે બીજાની લકીરને નાની કરીને આપણી મોટી બનાવવાની જરૂર નથી. આપણો જે સ્વદેશી વારસો છે, તે આજનો નથી. આપણે પ્રદેશ પ્રમાણે અલગ ઓળખ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર