મુંબઇ: મહિલાઓ માટે હમેશાં સુરક્ષિત માનવામાં આવતી મુંબઇમાં એક શખ્સ પર તેની જ પત્નીની હત્યાનો આરોપ લાગ્યો છે. મૃતક મહિલાના પરિવારનું કહેવું છે કે, તેના સાસરિયાઓએ દહેજની લાલચમાં તેની હત્યા કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- CM કેજરીવાલે કહ્યું- ‘24 કલાકમાં 9 હત્યા’, પોલીસ પર ઉઠાવ્યો સવાલ, મળ્યો આ જવાબ...


છોકરીના પરિવારજનોએ ઘણી વખત કર્યો ફોન
21 વર્ષની ફહીન હવે આ દુનિયામાં નથી, આરોપ છે કે, જેણે જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું હતું. તેણે જ તેને મોતને ઘાટ ઉતારી દીધી. મામલો રવિવારનો છે જ્યારે મૃતક ફહીનના પરિવારજનો તેમની દીકરીના સમાચાર પૂછવા માટે ફોન કરી રહ્યાં હતા. ફોનની રીંગ પૂરી થવા છતાં કોઇએ ફોન રિસીવ ના કર્યો તો પરિવારજનોને શંકા થઇ હતી. જોકે તે સમયે કોઇપણ પગલા ઉઠાવવામાં આવ્યા ન હતા.


વધુમાં વાંચો:- મણિશંકર ઐય્યરે રાહુલ ગાંધી વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-'ગાંધીમુક્ત કોંગ્રેસ...'


સવારે આવ્યો દીકરીના પતિનો ફોન
આખરે સવારે લગભગ 11 વાગે ફહીનના પતિનો ફોન આવ્યો કે ફહીનનું સ્વાસ્થ્ય ખુબજ ખરાબ છે. તેને હોસ્પિટલ લઇ જઇ રહ્યાં છીએ. મહિલાના પતિનો ફોન આવ્યા બાદ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા. જો કે, ત્યાં સુધીમાં તેમની દીકરીનું મોત થઇ ગયું હતું.


વધુમાં વાંચો:- CJI એ અલ્હાબાદ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસને હટાવવા PM મોદીને લખ્યો પત્ર


પરિવારજનોએ લગાવ્યા પતિ પર ગંભિર આરોપ
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ફહીનની હત્યા તેના પતિ ઇમામે દહેજના કારણે કરી છે. આરોપી પતિ પહેલાથી પરણિત છે અને તેને 4 બાળક પણ છે. તેમ છતાં ફહીન ઇમામથી પહેલા પ્રેમ કર્યો અને પછી લગ્ન. જો કે, ફહીનના પિતાએ આ લગ્નનો વિરોધ કર્યો હતો. પરંતુ ફહીનની જીદના કારણે તેના લગ્ન ઇમામ સાથે કર્યા હતા. જો કે, આ મામલે કાંદીવલી પોલીસે હત્યાનો મામલો નોંધી આરોપીની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...