Mumbai: હોટલના રૂમમાંથી મોડલનો પંખે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો, સ્યૂસાઈડ નોટમાં કર્યો આ ઉલ્લેખ
Mumbai Model Ends Life: મહારાષ્ટ્રના મુંબઈના પરા વિસ્તાર અંધેરીની એક હોટલના રૂમમાંથી 30 વર્ષની મોડલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. વર્સોવા પોલીસ ADR હેઠળ મામલો નોંધીને તપાસ કરવામાં લાગી છે. મોડલનો મૃતદેહ હોટલના રૂમમાં પંખે લટકતી હાલતમાં મળી આવ્યો. પોલીસે ઘટનાસ્થળેથી એક સ્યૂસાઈડ નોટ પણ મેળવી છે.
Mumbai Model Ends Life: મહારાષ્ટ્રના મુંબઈના પરા વિસ્તાર અંધેરીની એક હોટલના રૂમમાંથી 30 વર્ષની મોડલ કાંક્ષા મોહને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. વર્સોવા પોલીસ ADR હેઠળ મામલો નોંધીને તપાસ કરવામાં લાગી છે. મોડલ કાંક્ષા મોહનનો મૃતદેહ હોટલના રૂમમાં પંખે લટકતી હાલતમાં મળી આવ્યો. પોલીસે ઘટનાસ્થળેથી એક સ્યૂસાઈડ નોટ પણ મેળવી છે. પોલીસ મામલે તપાસ કરી રહી છે. મોડલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. ઘટનાનો ખુલાસો થયા બાદ હડકંપ મચી ગયો છે.
પોલીસને મળેલી જાણકારી મુજબ બુધવારે સાંજે 8 વાગ્યાની આસપાસ મોડલે હોટલમાં ચેક ઈન કર્યું હતું અને રાતના ભોજનનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે હોટલના વેઈટરે મોડલના રૂમની ઘંટડી વગાડી અને અનેક બૂમો પણ મારી પરંતુ રૂમ ખોલ્યો નહીં. ત્યારબાદ વેઈટરે તેની જાણકારી હોટલના મેનેજરને આપી. મેનેજરે તરત પોલીસને કોલ કરીને આ અંગે જાણકારી આપી.
જાણકારી મળતા જ પોલીસ હોટલ પહોંચી ગઈ અને મોડલ કાંક્ષા મોહનના રૂમને માસ્ટર ચાવીથી ખોલ્યો. હોટલના રૂમનો દરવાજો જેવો ખુલ્યો કે બધાના હોશ ઉડી ગયા. મોડલનો મૃતદેહ પંખે લટકેલો હતો. તેણે રૂમની અંદર કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.
હોટલના રૂમમાંથી પોલીસને એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે ક્ષમા કરજો, આ માટે કોઈ પણ જવાબદાર નથી. કોઈને પરેશાન ન કરતા. હું ખુશ નથી, બસ શાંતિ જોઈએ છે. વર્સોવા પોલીસે ADR હેઠળ કેસ દાખલ કરીને મોડલ કાંક્ષા મોહનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. આ મામલે તપાસ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube