Traffic Police Advisory: મુંબઈ જતા મુસાફરો એલર્ટ! મુંબઈ-અમદાવાદ હાઈવે શનિવારથી રવિવારે બપોર સુધી રહેશે બંધ
Traffic Police Advisory: મુંબઈ-અમદાવાદ હાઈવે (NH-48) 15 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યાથી 16 એપ્રિલના રોજ 11 વાગ્યા સુધી ગુજરાતથી થાણે અને નવી મુંબઈ તરફ આવતા ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
Traffic Police Advisory: મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાતથી મુંબઈ તરફ આવતા ભારે વાહનોની અવરજવર શનિવાર બપોરથી રવિવારની રાત સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. નવી મુંબઈના ખારઘરમાં 16 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહનું આયોજન થવાનું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે તેવી અપેક્ષા છે. આ વર્ષે સામાજિક કાર્યકર અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપવામાં આવશે. પાલઘર જિલ્લા પ્રશાસને ગુરુવારે ટ્રાફિક પ્રતિબંધો અંગે સૂચના જારી કરી હતી.
આ પણ વાંચો:
1 જુલાઈથી શરુ થશે Amarnath Yatra 2023, 17 એપ્રિલથી ભક્તો માટે શરુ થશે રજિસ્ટ્રેશન
રાશિફળ 15 એપ્રિલ: ગ્રહોની શુભ સ્થિતિને કારણે થશે આર્થિક લાભ, મળી શકે છે ખુશખબર
SBI-ICICI-HDFC-PNB ગ્રાહકો માટે RBI ગવર્નરની જાહેરાત, ખાતાધારકો આનંદથી ઉછળી પડ્યા
સૂચના અનુસાર, મુંબઈ-અમદાવાદ હાઈવે (NH-48) 15 એપ્રિલે બપોરે 2 વાગ્યાથી 16 એપ્રિલના રોજ 11 વાગ્યા સુધી ગુજરાતથી થાણે અને નવી મુંબઈ તરફ આવતા ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે હલકા વાહનો અને એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન હાઇવેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ સમયગાળા દરમિયાન મુંબઈ મેટ્રોપોલિટન રિજનથી ગુજરાત તરફ જતા વાહનો રાબેતા મુજબ હાઈવેનો ઉપયોગ કરી શકશે.
સૂચના અનુસાર, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત અનેક પ્રધાનો અને જનપ્રતિનિધિઓ મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહમાં હાજરી આપશે. તેમના સિવાય 50 લાખથી 70 લાખ લોકો ત્યાં હાજર રહેશે. તેથી, હાઈવે પર કોઈપણ અકસ્માત અથવા જામ ટાળવા માટે, ગુજરાતથી આવતા અને થાણે અને નવી મુંબઈ તરફ જતા ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે.
આ પણ વાંચો:
રાજકારણમાં ગરમાવો! સુરત AAPમાં મોટું ભંગાણ, વધુ 6 કોર્પોરેટર ઝાડુ છોડી BJPમાં જોડાયા
રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
11 હજાર કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પીએમ મોદી બન્યા સાક્ષી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube