KKR vs SRH IPL 2023: રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ. આ હાઈ સ્કોરિંગ મેચમાં હૈદરાબાદે કોલકાતાને ઘરઆંગણે 23 રનથી હરાવી દીધુ. હૈદરાબાદે આ સાથે ટુર્નામેન્ટમાં પોતાની બીજી જીત નોંધાવી છે. હૈદરાબાદે કોલકાતાને જીત માટે 229 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.
Trending Photos
આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ. આ હાઈ સ્કોરિંગ મેચમાં હૈદરાબાદે કોલકાતાને ઘરઆંગણે 23 રનથી હરાવી દીધુ. હૈદરાબાદે આ સાથે ટુર્નામેન્ટમાં પોતાની બીજી જીત નોંધાવી છે. હૈદરાબાદે કોલકાતાને જીત માટે 229 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ 20 ઓવર પૂરી રમવા છતાં કોલકાતાની ટીમ ટાર્ગેટ સુધી પહોંચી શકી નહીં.
કોલકાતા નાઈટ રાઈડર્સ
હૈદરાબાદે આપેલા વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમની શરૂઆત નબળી રહી. પાંચ વિકેટ ફટાફટ પડી ગઈ. 0 રનના સ્કોર પર રહમાનુલ્લાહ ગુરબાઝ આઉટ થઈ ગયો. 3 વિકેટ પડ્યા બાદ કેપ્ટન નીતિશ રાણા અને જગદીશન વચ્ચે 62 રનની ભાગીદારી થઈ. 95માં 5 વિકેટ પડી ગયા બાદ નીતિશ રાણા અને રિંકુ સિંહ વચ્ચે 38 બોલમાં 69 રનની ભાગીદારી થઈ. રિંકુએ આ મેચમાં પણ ધમાકેદાર ઈનિંગ રમી 31 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદતી 58 રન કર્યા. પરંતુ આમ છતાં કોલકાતાની ટીમ 23 રનથી હારી ગઈ.
સનરાઈઝર્સ હૈદરાબાદ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત ધમાકેદાર રહી. ઈંગ્લિશ ક્રિકેટર હૈરી બ્રુક અને મયંક અગ્રવાલે 4.1 ઓવરમાં જ 46 રન કરી નાખ્યા. હેરી બ્રુકે 55 બોલમાં સદી ફટકારી જેમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા હતા. બ્રુકની આ તોફાની ઈનિંગની મદદથી હૈદરાબાદની ટીમે ચાર વિકેટના ભોગે 228 રન કર્યા. કોલકાતા ટીમ તરફથી આંદ્રે રસેલે 22 રન આપીને 3 વિકેટ ઝડપી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે