આજે અને કાલે 6 કલાક માટે બંધ રહેશે મુંબઇ એરપોર્ટ: જાણો શું છે કારણ
મુંબઇ આવનારા તથા જનારા હવાઇ યાત્રીઓને થોડી વધારે રાહ જોવી પડી શકે છે, મુંબઇ એરપોર્ટ બે દિવસ સુધી 6-6 કલાક માટે બંધ રહેશે
નવી દિલ્હી : મુંબઇ આવતા અથવા જનારા હવાઇ યાત્રીઓને થોડો સમય રાહ જોવી પડી શકે છે. મુંબઇ એરપોર્ટ બે દિવસ માટે એટલે કે આજ અને કાલે 6 કલાક માટે બંધ રહેશે. જો કે એરપોર્ટનો મેઇન રનવેને બંધ કરવામાં આવશે. મેઇન રનવે સોમવાર અને મંગળવારે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. મેઇન રન વે બંધ થવાની સ્થિતીમાં સેકન્ડરી રનવે ઓપરેશનલ રહેશે. જોકે આ રનવે પર મોટા ભાગની ફ્લાઇટ્સમાં મોડુ થવાની શક્યતા છે. સાથે કેટલીક ઉડ્યનો રદ્દ પણ કરવામાં આવી શકે છે. જો તમે આજે અથવા કાલે મુંબઇથી ઉડ્યન કરવાનાં હો તો તમારા કાર્યક્રમમાં પહેલાથી જ ફેરફાર કરજો.
એક ભારતીય પત્રકારે મેહુલ ચોક્સી ન્યુયોર્કમાં હોવાનો દાવો કર્યો...
9 અને 10 એપ્રીલ 2018નાં સવારે 11થી 5 વાગ્યા વચ્ચે ક્રોસ રનવે પર કામ કરવામાં આવશે. જે પ્રકારે એરપોર્ટ બંધ કરવામાં આવ્યું તે જ પ્રકારે આ રનવેને પ્રી મોનસુન મેનટેન્નસનાં કારણે બંધ કરવામાં આવી રહ્યો છે. તે અગાઉ પણ મુંબઇ એરપોર્ટ 1 ફેબ્રુઆરી અને 17 ફેબ્રુઆરીએ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન પણ કેટલીક ઉડ્યનો મોડી થઇ હતી અને કેટલીક રદ્દ કરવી પડી હતી. ત્યાર બાદ 23 ઓક્ટોબર 2018નાં રોજ પણ મેનટેનન્સ માટે એરપોર્ટને બંધ કરવામાં આવશે.
એરપોર્ટનાં નામે રેકોર્ડ નોંધાયો.
ચંદા કોચર છોડશે ICICI બેન્કના CEOનું પદ? આવતા અઠવાડિયે બોર્ડ લઈ શકે છે નિર્ણય...
હાલનાં દિવસોમાં યાત્રા કરનારા યાત્રીઓ બદલતા સય અંગે જાણવા માટે એરલાઇનનો સંપર્ક કરી શકે છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું એકમાત્ર એવું હવાઇ મથક છે, જેણે સિંગલ રનવે હોવા છતા એક જ દિવસમાં 980 ઉડ્યનોને સંભાળવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. જે આ વર્ષે જાન્યુઆરીમાં જ બન્યો છે.
આ એરપોર્ટ પણ રહેશે બંધ
મુંબઇ હવાઇ મથક ઉપરાંત, ચંડીગઢ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકનો માર્ગ 12 મેથી 31 મે સુધી બંધ રહેશે. આ પ્રકારે જયપુર આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પણ 31 મેનાં રોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. મુંબઇ એરપોર્ટનાં નામે વધારે એક રેકોર્ડ નોંધાયો છે.મુંબઇ એરપોર્ટેમાં 4 કરોડ યાત્રીઓની ક્ષમતા ધરાવનારા આ એરપોર્ટે 4.80 લાખ યાત્રીઓને સેવા આપી હતી.