ભારતને મોટી સફળતા; 29 વર્ષ બાદ મુંબઈ સીરિયલ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ
આ બ્લાસ્ટમાં મુંબઈમાં કેટલાંક સ્થળોએ કુલ 12 બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેના કારણે 257 લોકોના મોત થઈ ગયા હતા અને 713 લોકો ઘાયલ થયા હતા.
નવી દિલ્હી: ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથમાં એક મોટી સફળતા હાથ લાગી છે. ભારતીય એજન્સીઓને વર્ષ 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસમાં જોડાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંથી એક અબુ બકરને ઝડપી લીધો છે.
1993 માં થઈ હતી મોટી દુર્ઘટના
તમને જણાવી દઈએ કે આ બ્લાસ્ટમાં મુંબઈમાં કેટલાંક સ્થળોએ કુલ 12 બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેના કારણે 257 લોકોના મોત થઈ ગયા હતા અને 713 લોકો ઘાયલ થયા હતા. જાણકારી પ્રમાણે હવે પકડાયેલા આતંકી અબુ બકરને UAE થી ઈન્ડિયા લાવવામાં આવશે.
RDXની લેન્ડિંગમાં હતી ભૂમિકા
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ અબુ બકર છે, જે POKમાં હથિયારો અને વિસ્ફોટકોની તાલીમ સિવાય સતત થનાર વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવતા આરડીએક્સની લેન્ડિંગમાં સામેલ હતો. જે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને પાકિસ્તાનમાં રહેતો હતો. ભારતીય એજન્સીઓના ઇનપુટના આધારે તેને તાજેતરમાં UAEમાં પકડવામાં આવ્યો હતો.
29 વર્ષથી ભારતને આપી રહ્યો ચકમો
અબુ બકર લાંબા સમયથી દેશની એજન્સીઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ હતો. નોંધનીય છે કે અગાઉ વર્ષ 2019માં પણ અબુ બકર પકડાયો હતો, પરંતુ કેટલાક કાગળના અભાવે તેને UAE ના અધિકારીઓએ છોડી દીધો હતો. ટોચના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ભારતીય એજન્સીઓ અબુ બકરના પ્રત્યાર્પણની પ્રક્રિયામાં છે, જે લાંબા સમયથી દેશના મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતો. લગભગ 29 વર્ષ સુધી UAEથી પરત લાવવામાં આવ્યા બાદ વોન્ટેડ બકરને ભારતમાં કાયદાનો સામનો કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube