Mumbai Corona Update: નવા વર્ષના પ્રથમ દિવસે મુંબઈમાં કોરોના વિસ્ફોટ, 6 હજારથી વધુ લોકો થયા પોઝિટિવ
Mumbai Coronavirus Update: મુંબઈમાં આજે કોરોના વાયરસના 6 હજાર 347 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન એક દર્દીનું નિધન થયું છે.
મુંબઈઃ Coronavirus Update: મુંબઈમાં કોરોના વાયરસના કેસમાં નવા વર્ષના પ્રથમ દિવસે શનિવારે મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે શહેરમાં કોરોના વાયરસથી 6 હજાર 347 લોકો સંક્રમિત થયા છે. આ દરમિયાન એક વ્યક્તિનું નિધન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 451 લોકોએ કોરોનાને માત આપી છે. છેલ્લા 24 કલાકમાં જેટલા કેસ સામે આવ્યા છે, તેમાંથી 379 સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઈમાં એક્ટિવ કેસ
ઓમિક્રોનના ખતરા વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યું છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ શહેર 22334 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ 75 હજાર 158 લોકો સંપૂર્ણ રિકવર થઈ ચુક્યા છે. મહત્વનું છે કે વર્ષ 2021ના છેલ્લા દિવસે મુંબઈમાં 5631 કેસ સામે આવ્યા હતા.
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયેલા કેસ
31ડિસેમ્બર | 5631 |
30 ડિસેમ્બર | 3671 |
29 ડિસેમ્બર | 2510 |
28 ડિસેમ્બર | 1377 |
27 ડિસેમ્બર | 809 |
26 ડિસેમ્બર | 922 |
25 ડિસેમ્બર | 757 |
24 ડિસેમ્બર | 683 |
23 ડિસેમ્બર | 602 |
22 ડિસેમ્બર | 490 |
આ પણ વાંચોઃ ભારતમાં આવી ગઈ કોરોનાની 'ત્રીજી લહેર'! કેન્દ્રએ રાજ્યોને અસ્થાયી હોસ્પિટલ બનાવવાનો આપ્યો નિર્દેશ
પ્રતિબંધોની જાહેરાત
કોરોનાના વધતા કેસો વચ્ચે મુંબઈ પોલીસે 15 જાન્યુઆરી સુધી સાંજે પાંચ કલાકથી સવારે પાંચ કલાક સુધી સમુદ્ર કિનારા, ખુલા મેદાનો, બગીચા, ઉદ્યાનો અને આવા તમામ પ્રકારના જાહેર સ્થળો પર લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવા વર્ષે પણ તેની અસર જોવા મળી અને મુખ્ય પર્યટકોવાળી જગ્યા ખાલી જોવા મળી હતી.
અત્યાર સુધી મહારાષ્ટ્રના 10થી વધુ મંત્રી અને 20 ધારાસભ્યો પોઝિટિવ
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શનિવારે જણાવ્યુ કે, અત્યાર સુધી રાજ્યના 10થી વધુ મંત્રી અને ઓછામાં ઓછા 20 ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ-19ના 8067 નવા કેસ આવ્યા, જે ગુરૂવારે આવેલા સંક્રમણના કેસના મુકાબલે 50 ટકા વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube